Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધાકડ’ સાથેની ક્લૅશ દૂર કરવા ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ થશે ૧૫ જુલાઈએ રિલીઝ

‘ધાકડ’ સાથેની ક્લૅશ દૂર કરવા ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ થશે ૧૫ જુલાઈએ રિલીઝ

14 May, 2022 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તમારી પાસે રહસ્યથી ભરપૂર થ્રિલર ફિલ્મ ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ નવી તારીખ સાથે ૨૦૨૨ની ૧૫ જુલાઈએ લઈને આવવાનાં છીએ.’

‘ધાકડ’ સાથેની ક્લૅશ દૂર કરવા ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ થશે ૧૫ જુલાઈએ રિલીઝ

‘ધાકડ’ સાથેની ક્લૅશ દૂર કરવા ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ થશે ૧૫ જુલાઈએ રિલીઝ


કંગના રનોટની ‘ધાકડ’ સાથે બૉક્સ-ઑફિસ ક્લૅશ દૂર કરવા માટે રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ ૧૫ જુલાઈએ રિલીઝ થવાની છે. અગાઉ આ રહસ્યથી ભરપૂર થ્રિલર ફિલ્મ ૨૦ મેએ રિલીઝ થવાની હતી. એ જ દિવસે ‘ધાકડ’ પણ રિલીઝ થવાની છે. ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ ૨૦૨૦માં આવેલી તેલુગુની હિન્દી રીમેક છે. એને એ જ ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર ડૉક્ટર શૈલેશ કોલાનુએ ડિરેક્ટ કરી છે. આ હિન્દી રીમેકને ભૂષણ કુમાર, દિલ રાજુ, ક્રિષન કુમાર અને કુલદીપ રાઠોડે પ્રોડ્યુસ કરી છે. રાજકુમાર રાવ અને ફિલ્મના ડિરેક્ટર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાન્યાએ કૅપ્શન આપી હતી, ‘તમારી પાસે રહસ્યથી ભરપૂર થ્રિલર ફિલ્મ ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’ નવી તારીખ સાથે ૨૦૨૨ની ૧૫ જુલાઈએ લઈને આવવાનાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK