° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત થયાં હેમા માલિની

22 November, 2021 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અવૉર્ડ સેરેમનીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હેમા માલિનીએ કૅપ્શન આપી હતી કે ‘ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં મને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે.’

ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત થયાં હેમા માલિની

ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત થયાં હેમા માલિની

હેમા માલિનીને ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા અતુલનીય યોગદાન માટે તેમને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમને આ અવૉર્ડ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતની હાજરીમાં આપવામાં આવ્યો હતો. હેમા માલિનીએ ૧૯૬૩માં તામિલ ફિલ્મ ‘ઈધુ સાથિયમ’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તેમણે ૧૯૬૮માં આવેલી ‘સપનોં કા સૌદાગર’ મારફત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. અવૉર્ડ સેરેમની દરમ્યાન તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તેમણે ભજવેલા દરેક રોલ તેમને પસંદ છે. અવૉર્ડ સેરેમનીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હેમા માલિનીએ કૅપ્શન આપી હતી કે ‘ગોવામાં ચાલી રહેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં મને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે.’

22 November, 2021 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મલાઈકાએ અર્જુન સાથે પૂલની અંદર કર્યુ વર્કઆઉટ, ફેન્સ બોલ્યા તમે અર્જુન ભાઈને....

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહ્યા છે.

05 December, 2021 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લગ્ન પહેલાંની ભાગદોડ

કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી

05 December, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

જાદુ કી ઝપ્પી

એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે

05 December, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK