Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નનો લેહંગા ખરીદવા ફન્ડ્સ શોધી રહી છે હંસિકા

લગ્નનો લેહંગા ખરીદવા ફન્ડ્સ શોધી રહી છે હંસિકા

14 November, 2022 03:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ટૂંક સમયમાં જ ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની


હંસિકા મોટવાણી તેનાં લગ્નનો લેહંગા ખરીદવા માટે પૈસા શોધી રહી છે. આ વાત તેણે મજાકિયા અંદાજમાં કહી છે. તે ટૂંક સમયમાં જ ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે. એવી ચર્ચા છે કે બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છે. એવું સાંભળવા મળ્યું છે કે બન્ને જોધપુરના ઐતિહાસિક કિલ્લામાં લગ્ન કરવાનાં છે. તાજેતરમાં જ એવી ચર્ચા ચાલી રહી છે કે તેમનાં લગ્નને ડિજિટલ પ્લૅટફૉર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. એનો અર્થ એ કે જે લોકો તેમનાં લગ્નમાં સામેલ નહીં થઈ શકે તેઓ ઑનલાઇન તેમનાં લગ્નને માણી શકશે. જોકે સત્તાવાર તારીખની જાહેરાત નથી કરવામાં આવી. લગ્નની તૈયારીઓ તો જોરશોરમાં ચાલી રહી છે. હંસિકા પણ ભરપૂર શૉપિંગ કરી રહી છે. એનો એક ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તે પર્સમાં પૈસા શોધી રહી છે. એના પર મજાક કરતી કૅપ્શન તેણે આપી હતી. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસિકાએ કૅપ્શન આપી હતી, લગ્નના લેહંગા માટે હું ફન્ડ્સ શોધી રહી છું.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2022 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK