° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


સુહાના બનશે સની દેઓલની સિસ્ટર

31 October, 2012 05:41 AM IST |

સુહાના બનશે સની દેઓલની સિસ્ટર

સુહાના બનશે સની દેઓલની સિસ્ટર‘સસુરાલ ગેંદા ફૂલ’ જેવી સિરિયલમાં સુહાનાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ટેલિવિઝન-ઍક્ટ્રેસ રાગિણી ખન્નાને બૉલીવુડમાં મોટો બ્રેક મળ્યો છે. રાગિણીને ડિરેક્ટર અનિલ શર્માએ પોતાની આગામી ફિલ્મમાં હીરો સની દેઓલની બહેનનો દમદાર રોલ ઑફર કર્યો છે.

રાગિણીને સાઇન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં અનિલ શર્મા કહે છે, ‘તે બહુ સારી ઍક્ટ્રેસ છે અને તેનો ચહેરો પણ બહુ સંવેદનશીલ છે. હું એવી ઍક્ટ્રેસની શોધમાં હતો જે સારી રીતે આ મજબૂત પાત્ર ભજવી શકે અને રાગિણી એના માટે એકદમ યોગ્ય છે. ફિલ્મમાં રાગિણી ભલે હીરોની બહેન હોય, પણ તેનો રોલ ટચૂકડો નથી. ફિલ્મમાં તેનો રોલ બહુ અગત્યનો છે. ફિલ્મમાં ભાઈ-બહેનના સંબંધનો અલાયદો મજબૂત ઇમોશનલ ટ્રૅક છે.’

રાગિણી ડિસેમ્બર મહિનાથી ઇન્દોરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને પછી તમામ કલાકારો ભોપાલ શિફ્ટ થઈ જશે.

31 October, 2012 05:41 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અક્ષય કુમારને ધ અંડરટેકરે આપ્યો રિયલ ફાઇટ માટે ચેલેન્જ,જાણો ખેલાડીનો રસપ્રદ જવાબ

અંડરટેકરના (Undertaker) ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અક્ષય કુમારે (Akshay Kumar) રસપ્રદ કોમેન્ટ કરી છે. WWEએ કોમેન્ટનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

19 June, 2021 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હેલ્થ ચેકઅપ માટે અમેરિકા રવાના થયા રજનીકાન્ત, થશે અનેક મેડિકલ ટેસ્ટ

રજનીકાન્ત પોતાના હેલ્થ ચેકઅપ માટે અમેરિકા ગયા છે અને અમુક અઠવાડિયા ત્યાં જ રહેશે. રજનીકાન્ત ચેન્નઇ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રજનીકાન્ત અને તેમની પત્ની લતાની તસવીરો અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.

19 June, 2021 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફરહાન અખ્તરે મિલ્ખા સિંહના નિધન પર લખી ભાવુક પોસ્ટ, કહ્યું આ...

મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

19 June, 2021 01:54 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK