Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ ગાર્ડિયનમાં બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં ગૅન્ગ્સ ઑફ વાસેપુરનો સમાવેશ

ધ ગાર્ડિયનમાં બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં ગૅન્ગ્સ ઑફ વાસેપુરનો સમાવેશ

16 September, 2019 12:10 PM IST |

ધ ગાર્ડિયનમાં બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં ગૅન્ગ્સ ઑફ વાસેપુરનો સમાવેશ

ધ ગાર્ડિયનમાં બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં ગૅન્ગ્સ ઑફ વાસેપુરનો સમાવેશ


 ‘ધ ગાર્ડિયન’ની ૨૧મી સદીની બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ સામેલ થઈ છે. લિસ્ટમાં સ્થાન મેળવનાર આ એકમાત્ર ભારતીય ફિલ્મ છે. આ લિસ્ટમાં ફિલ્મને ૫૯મું સ્થાન મળ્યું છે. આ વિશે ખુશી વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર અનુરાગ કશ્યપે કૅપ્શન આપી હતી કે ‘ગાર્ડિયન’ના લિસ્ટમાં ૨૧મી સદીની ૧૦૦ બેસ્ટ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.એમાં સ્થાન મળવાથી ખુશ છું. જોકે આ મારું લિસ્ટ ન હોત. મારી અનેક ફેવરિટ ફિલ્મો છે જે આ લિસ્ટમાં મારી ફિલ્મ કરતાં નીચેના સ્થાને છે. ‘ધ ડાર્ક નાઇટ’ ઉપરના સ્થાને હોવી જોઈતી હતી. પહેલા નંબર પર જે ફિલ્મ છે એનાથી હું સહમત છું. એ ૨૧મી સદીની મારી ફેવરિટ ફિલ્મ છે.'

આ પણ વાંચો:નિંદાઓ કદી પણ મને કઠોર નથી બનાવતી : કંગના રનોટ 



'વધુમાં જણાવવા માગું છું કે આ એ જ ફિલ્મ છે જેણે મારી ફિલ્મમેકિંગની જિંદગીને બરબાદ કરી નાખી છે, કારણ કે એના કારણે લોકો મારી પાસે વધુ અપેક્ષાઓ રાખવા માંડ્યા છે. ત્યાર બાદથી તો મારી દરેક ફિલ્મ સાથે આવું થવા લાગ્યું છે અને હું હંમેશાં એને તોડવાનો પ્રયાસ કરતો રહ્યો છું. આશા રાખું છું કે એક દિવસ હું મારા પ્રયાસમાં સફળ થઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 12:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK