° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


હ્રિતિક રોશન સાથેના આ ફોટોમાંથી આલિયા ભટ્ટને ઓળખી બતાવો

12 June, 2019 07:25 PM IST | મુંબઈ

હ્રિતિક રોશન સાથેના આ ફોટોમાંથી આલિયા ભટ્ટને ઓળખી બતાવો

Image Courtesy: Anu Ranjan Instagram

Image Courtesy: Anu Ranjan Instagram

ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને તાજેતરમાં જ એક ફોટો શૅર કર્યો છે. જેમાં હ્રિતિક રોશન કેટલાક બાળકો સાથે દેખાઈ રહ્યો છે. હ્રિતિક રોશન સાથે આ ફોટોમાં બોલીવુડના જ તે સમયના જાણીતા સેલેબ્સના બાળકો છે. આ ફોટોમાં આલિયા ભટ્ટ, તેની બહેન શાહીન ભટ્ટ, આકાંક્ષા રંજન-, અનુષ્કા રંજન અને મસાબા ગુપ્તા છે. તમે કોને કોને ઓળખી શકો છો ?

આ ફોટો પોસ્ટ કરીને અનુ રંજને લખ્યું છે,'આ તમામ ખૂબ જ વહાલા લાગી રહ્યા છે' વર્ષો જૂનો આ ફોટો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ પર હ્રિતિક રોશનના એક્ટ્રેસિસ સાથેના ફોટોઝ પર સતત કમેન્ટ કરી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફોટા પર કમેન્ટ કરીને લખ્યું,'આટલા વર્ષો પછી પણ હ્રિતિક રોશન એવો જ લાગે છે, વાઉ...' તો બીજા એક યુઝરે કમેન્ટ કરી,'વિશ્વની સૌથી સુંદર છોકરીઓ'. સોશિયલ મીડિયા પર યુઝર્સ હ્રિતિક રોશનના જ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું,'હ્રિતિક રોશન કેટલા હેન્ડસમ છે. અને મસાબા તેમજ આલિયા ક્યુટ લાગી રહ્યા છે.'

 
 
 
View this post on Instagram

These are the most adorable ones ,without realising ??

A post shared by Anu Ranjan (@anuranjan1010) onJun 11, 2019 at 2:21am PDT

વર્ક ફ્રંટની વાત કરીએ તો હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન ગણિત શાસ્ત્રી આનંદ કુમારનો રોલ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર જબરજસ્ત વ્યુઝ મળી રહ્યા છે.

alia masaba
વાત આલિયા ભટ્ટની કરીએ હાલ તે બ્રહ્માસ્ત્ર અને હોમ પ્રોડક્શનની સડક 2 એમ બે ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ સડક ટુ સાથે મહેશ ભટ્ટ 20 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ની સાથે પૂજા ભટ્ટ અને સંજય દત્ત પણ છે. આ ફિલ્મ મહેશ ભટ્ટની 1991માં આવેલી હિટ ફિલ્મ સડકની સિક્વલ છે. જેમાં એક ટેક્સી ડ્રાઈવર જે એતક યુવતીને રેસક્યુ કરે છે તેની વાત હતી. આ ફિલ્મમાં સદાશિવ અમરાપુરકર અને સોની રાઝદાન પણ હતા. સડક ટુ 2020માં 10 જુલાઈએ રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ જીવનમાં ખુશ રહેવાની સલાહ આપી હૃતિક રોશને

બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ તેના કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી અયાન મુખર્જીએ લખી છે, ફિલ્મને અયાન જ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનવાની છે, જેમાં આલિયાની સાથે અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ લીડ રોલમાં છે.

12 June, 2019 07:25 PM IST | મુંબઈ

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોનૂ સૂદની હજારો ફૂટ લાંબી તસવીર જોઈ ચોંકી ઉઠ્યા લોકો, વીડિયો વાયરલ

થોડાક સમય પહેલા જ એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદના નામે રાખ્યું હતું. હવે તાજેતરમાં એક આર્ટિસ્ટે સોનૂ સૂદની હજારો સ્ક્વેર ફીટ લાંબી પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

02 August, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સંગીતકાર અનુ મલિક પર ઈઝરાયલના રાષ્ટ્રગીતની ધુન ચોરવાનો આક્ષેપ

સંગીતકાર અનુ મલિકને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

02 August, 2021 12:19 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

યુનિફૉર્મ હંમેશાં એક જવાબદારી લઈને આવે છે : શરદ કેળકર

અજય દેવગનની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં તે આર. કે. નાયરનું પાત્ર ભજવી રહ્યો છે

02 August, 2021 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK