° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

Happy B'Day Prakash Jha:17 વર્ષ બાદ દીપ્તિ નવલ સાથે લીધા હતા છૂટાછેડા

27 February, 2021 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Happy B'Day Prakash Jha:17 વર્ષ બાદ દીપ્તિ નવલ સાથે લીધા હતા છૂટાછેડા

ફિલ્મમેકર પ્રકાશ ઝા

ફિલ્મમેકર પ્રકાશ ઝા

બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ વિષયોની ફિલ્મોમાં માટે ફૅમસ ફિલ્મમેકર પ્રકાશ ઝાનો આજે જન્મદિવસ છે. એમનો જન્મ 27 ફેબ્રુઆરી 1952ના રોજ બિહારમાં થયો હતો. પ્રકાશા ઝા પોતાના કરિયરમાં 'ગંગાજલ', 'રાજનીતિ' અને 'સત્યાગ્રહ' જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે. તેમણે પ્રારંભિક અભ્યાસ સૈનિક સ્કૂલ તિલૈયા અને કેન્દ્રીય વિદ્યાલય બોકારોમાંથી કર્યો છે. તેમ જ ગ્રેજ્યુએશન કરવા માટે તેઓ દિલ્હી આવી ગયા હતા. આજે માયાનગરીમાં પોતાની આગવી ઓળખ બનાવનાર પ્રકાશ ઝા બાળપણમાં પેન્ટર બનવા માંગતા હતા. પરંતુ તેમના કરિયરમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે મુંબઈમાં આવ્યા બાદ તેમણે ફિલ્મ 'ધર્મ'ની શૂટિંગ જોવાની તક મળી. બસ તે જ સમયે પ્રકાશે નિર્ણય લીધો હતો કે તે ફિલ્મમેકર બનશે. બસ ત્યાર બાદથી જ તેમણે વર્ષ 1973માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ લીધું.

આ ફિલ્મથી કરી શરૂઆત

પ્રકાશ ઝાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1984માં આવેલી ફિલ્મ 'હિપ હિપ હુર્રે'થી કરી હતી. ત્યાર બાદ તેમણે 'દામુલ' ફિલ્મ બનાવી જે ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી શક્તિશાળી ફિલ્મોમાંથી એક છે. પ્રકાશની 'દામુલ' ફિલ્મ બંધુઆ મજદૂરની વાર્તાને દર્શાવે છે. આ પછી પ્રકાશ ઝાની ગણતરી સમાજ અને રાજનીતિની સમજણ ધરાવતા ફિલ્મમેકર તરીકે થઈ હતી. પોતાની આ ફિલ્મોના કારણે તેમને નેશનલ એવૉર્ડ પણ મળ્યો હતો. તેમ જ તેમની પ્રખ્યાત ફિલ્મોમાં પ્રખ્યાત લેખક વિજયદાન દેથાની વાર્તા પર આધારિત ફિલ્મ 'પરિણિતી'ને પણ દર્શકોએ ઘણી પસંદ કરી હતી. ત્યાર બાદ તેમની આગામી ફિલ્મ 'મૃત્યુદંડ' હતી. તેમની આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, શબાના આઝમી અને ઓમ પુરી જેવા મોટા સ્ટાર્સે જબરદસ્ત એક્ટિંગ કરી હતી.

prakash-deepti

17 વર્ષ બાદ દીપ્તિ નવલ સાથે લીધા હતા છૂટાછેડા

પ્રકાશ ઝા ન ફક્ત પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા પરંતુ તે પોતાની પરિણીત જીવનને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. પ્રકાશ ઝાએ એક્ટ્રેસ દીપ્તિ નવલ સાથે વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષો પછી અચાનક તેમના લગ્નજીવનનો સંબંધ તૂટી ગયો. તેમણે વર્ષ 2002માં 17 વર્ષો બાદ છૂટાછેડા લઈ લીધા. બન્નેએ એક દીકરીને દત્તક લીધી, જેનું નામ તેમણે દિશા ઝા રાખ્યું છે. તેમ જ છૂટાછેડા બાદ પણ પ્રકાશ અને દીપ્તિ એકબીજાના સારા મિત્ર છે. પ્રકાશ ઝા સાથો પોતાના સંબંધને લઈને દીપ્તિ નવલએ એક ઈન્ટરવ્યૂમાં વાત પણ કરી હતી.

27 February, 2021 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને કર્યો બ્લૅક લિસ્ટ

‘દોસ્તાના 2’માંથી અભિનેતા બહાર, કાર્તિક આર્યન સાથે હવે ક્યારેય કામ ન કરવાનો પ્રોડક્શનનો નિર્ણય

16 April, 2021 05:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કો-ઑર્ડિનેશન કમિટી ઑફ ધ એમ ઍન્ડ ઈ ઇન્ડસ્ટ્રીની કેટલીક ડિમાન્ડ

તેમણે એક પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે

16 April, 2021 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાનાં બાળકોના થતા ટ્રોલિંગ પર ભડકી મંદિરા બેદી

તાજેતરમાં જ તેની દીકરી તારાને ટ્રોલર્સે ‘સ્ટ્રીટ કિડ’ કહી હતી

16 April, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK