Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્કરમાં વોટિંગ કરવાનું આમંત્રણ મળ્યું કાજોલ અને નલિનકુમાર પંડ્યાને

ઑસ્કરમાં વોટિંગ કરવાનું આમંત્રણ મળ્યું કાજોલ અને નલિનકુમાર પંડ્યાને

30 June, 2022 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્કરમાં વોટિંગ કરવાનું આમંત્રણ ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાયન્સ દ્વારા આપવામાં આવ્યું છે

 ફિલ્મમેકર નલિનકુમાર પંડ્યા

ફિલ્મમેકર નલિનકુમાર પંડ્યા


કાજોલ, તામિલ સ્ટાર સૂર્યા, અનેક અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર નલિનકુમાર પંડ્યા, ઑસ્કર નૉમિનેટેડ ડૉક્યુમેન્ટરી મેકર્સ સુશ્મિત ઘોષ અને રિન્ટુ થોમસ અને ઇન્ડિયન અમેરિકન ‘ડેડપુલ’ના પ્રોડ્યુસર આદિત્ય સૂદને ઑસ્કરમાં વોટિંગ કરવાનું આમંત્રણ ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાયન્સ દ્વારા આપવામાં આવ્યું છે. સૂર્યા પહેલો સાઉથ ઇન્ડિયન ઍક્ટર છે જેને આ આમંત્રણ મળ્યું છે. ૨૦૨૨ માટે ૩૯૭ આર્ટિસ્ટ અને એક્ઝિક્યુટિવ્સનું લિસ્ટ ઍકૅડેમીએ બહાર પાડ્યું છે. આ નવા મેમ્બર્સની પ્રોફેશનલ યોગ્યતાઓ, પ્રતિનિધિત્વ માટે તેમનું કમિટમેન્ટ અને સમર્પણ પર ધ્યાન દોરવામાં આવશે. ૯૫માં ઑસ્કર અવૉર્ડ જે ૨૦૨૩ની ૧૨ માર્ચે થવાનો છે એના માટે કુલ ૯૬૬૫ મેમ્બર્સ વોટ કરી શકશે. આ નવા સદસ્યોમાં અમેરિકાને બાકાત કરતાં ૫૦ ટકા ૫૩ દેશોમાંથી આવકારવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2022 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK