મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે આ વિશે કહ્યું હતું
સુધીર મુનગંટીવાર
મહારાષ્ટ્રની મુંબઈ બાદની બીજી રાજધાની તરીકે ઓળખાતા નાગપુરમાં મરાઠી ફિલ્મો અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મિની બૉલીવુડ ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે આ વિશે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની ફિલ્મો, રંગભૂમિ અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને મરાઠી કલાકારોને પણ બૉલીવુડના ઍક્ટરો જેવી જ ઓળખ મળે એ માટે રાજ્યના સાંસ્કૃતિક વિભાગે નાગપુરમાં ૧૦૦ હેક્ટર જમીનમાં ભવ્ય મિની બૉલીવુડ એટલે કે ચિત્રનગરી ઊભી કરવાનો નિર્ણય લીધો છે. બે દિવસ પહેલાં બેઠક મળી હતી જેમાં નાગપુરમાં મિની બૉલીવુડ બનાવવાની સાથે મરાઠી ફિલ્મ અને રંગભૂમિ માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.’