° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


પિતા-પુત્રીની જોડી બોની કપૂર અને જાહ‍્નવી કપૂર દેખાશે એક પ્રોજેક્ટમાં

24 June, 2022 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે તેઓ કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એક ઍડ્વર્ટાઇઝ માટે સાથે આવી રહ્યાં છે

બોની કપૂર અને જાહ‍્નવી કપૂર

બોની કપૂર અને જાહ‍્નવી કપૂર

‘ધડક’ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનારી જાહ્નવી કપૂર હાલમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. એ દરમ્યાન જાહ‍્નવીએ એક રસપ્રદ પ્રોજેક્ટ માટે ડીલ કરી છે, જેમાં તે પ્રથમ વાર તેના પિતા બોની કપૂર સાથે કામ કરવાની છે. પ્રોડ્યુસર સંદીપ સિંહ બેદીએ હાલમાં એવી જાહેરાત કરી છે કે તે આ પિતા-પુત્રીની જોડીને પ્રથમ વાર ઑન-સ્ક્રીન એકસાથે લાવી રહ્યા છે. જોકે તેઓ કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એક ઍડ્વર્ટાઇઝ માટે સાથે આવી રહ્યાં છે. જાહ્નવી કપૂર અને બોની કપૂર પહેલી વાર સાથે આવશે પરંતુ તેઓ તેમની રિયલ લાઇફની જેમ જ ઑનસ્ક્રીન પણ પિતા-પુત્રી બનશે કે કેમ એ હજી જાણવા નથી મળ્યું.  હજી સુધી આ પ્રોજેક્ટની વિગતો જાહેર કરવામાં નથી આવી.  રિકી સિંહ બેદી ઉર્ફ સંદીપ સિંહ બેદીએ બન્ને સાથે પોતાનો ફોટો શૅર કરીને આ વાતની જાહેરાત કરી છે. બોની કપૂરે સામાન્ય રીતે નિર્માતા તરીકેની કૅમેરાની પાછળની ભૂમિકા જાળવી રાખી હતી, એવામાં તે પણ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનીત લવ રંજનની ફિલ્મ સાથે અભિનયની શરૂઆત કરશે. જાહ‍્નવી કપૂરના પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘ગુડલક જેરી’ અને ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં જોવા મળશે.

24 June, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોના મોહાપાત્રાએ બૉલિવૂડને વખોડ્યું: કહ્યું ‘આ’ શરમજનક વાત છે

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અને સંગીતકાર સોના મહાપાત્રાએ એવા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે જેઓ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા છતાં હિન્દી નથી બોલતા

30 June, 2022 03:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કમલ હાસનની ‘વિક્રમ’ ૮ જુલાઈથી ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે

આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં જોવા મળશે

30 June, 2022 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વરુણે કોને ‘પટાખા’ કહી છે, જેણે તેની બે દિવસ કરી હતી દેખભાળ?

આ તેની વાઇફ નતાશા દલાલ નહીં, પરંતુ જાહ‍્નવી કપૂર છે

30 June, 2022 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK