° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


સબ્યસાચી ટ્રોલર્સના નિશાને, જ્વેલરીની જાહેરાત છે કે પછી અંડરગારમેન્ટની? જાણો સમગ્ર વિવાદ

28 October, 2021 05:47 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

શેર કરેલી તસવીરમાં પ્લસ સાઈઝની મોડલ બ્લેક અંડરગારમેન્ટ, નાની બિંદી અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે.

સબ્યસાચી મુખર્જી

સબ્યસાચી મુખર્જી

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી ટ્રોલિંગ અને બોયકોટનો સિલસિલો ચાલી રહ્યો છે.  જયાં એક તરફ બ્રાન્ડ અને કંપનીઓ પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે અનોખુ કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે, તો બીજી બાજુ આ જ કન્ટેન્ટ પર વિવાદ ઉભા થઈ રહ્યાં છે. હાલમાં લોકપ્રિય ફેશન ડિઝાઈનગર સબ્યસાચી પણ પોતાના નવા કલેક્શનને લઈ ટ્રોલિંગમાં ફસાયા છે.  સબ્યચાસીનું ક્રિએશન મોટાભાગે અલગ અને હટકે હોય છે.  તેની કંપની સામાન્ય વસ્તુને પણ અલગ અંદાજમાં પ્રદર્શિત કરે છે, જેને લોકો ખુબ પસંદ કરે છે. 

તાજેતરમા સબ્યસાચીએ પોતાની નવી જ્વેલરીનું કલેક્શન લોન્ચ કર્યુ છે.  જેમાં તેમણે મંગલસુત્રની કેટલીક તસવીર શેર કરી છે. જેને લઈ તે વિવાદમાં ફસાયા છે. શેર કરેલી તસવીરમાં પ્લસ સાઈઝની મોડલ બ્લેક અંડરગારમેન્ટ, નાની બિંદી અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે. જ્યારે અન્ય એક તસવીરમાં બે મોડલ કાળા કપડામાં કાળા રંગનું મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે. આ મહિલાઓ શર્ટ પહેર્યા વગરના પુરુષો સાથે જોવા મળે છે.

આ મંગળસૂત્રોમાં ખૂબ જ ઝીણવટભરી કામગીરી કરવામાં આવી છે. તેણીએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે, `આ રોયલ બંગાળ મંગલસૂત્ર 1.2 કલેક્શન ઓફ નેકલેસ એરિંગ્સ અને સિગારેટ રિંગ્સનું 18 કેરેટ ગોલ્ડમાં બંગાળ ટાઇગર આઇકોન વીવીએસ ડાયમંડ્સ, બ્લેક ઓનીક્સ અને બ્લેક એન્મેલ.`

જ્યાં કેટલાક લોકોએ આ આધુનિક વિચારની પ્રશંસા કરી તો બીજી તરફ ઘણા યુઝર્સે સબ્યસાચીને જબરદસ્ત ટ્રોલ કર્યા. એક યુઝરે લખ્યું કે, `સબ્યસાચી પાસેથી આ પ્રકારની જાહેરાતની આશા નહોતી.` એકે લખ્યું, `મેં એક ક્ષણ માટે વિચાર્યું કે તે તમારા નવા અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત છે પછી જોયું કે તમે આમાં જ્વેલરી વિશે વાત કરી રહ્યા છો`.

એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, `તમે આ રીતે શું બતાવવા માંગો છો, હવે કોઈ તેને આ રીતે પહેરવા માંગશે નહીં કારણ કે તમે દુનિયાને બતાવી દીધું છે કે જો હું તેને પહેરીશ તો હું કેટલો ખરાબ દેખાઈશ`.

જોકે આ પહેલા પણ સબ્યસાચી ટ્રોલિંગનો શિકાર બની ચૂક્યા છે. થોડા સમય પહેલા તેણે H&M સાથે મળીને એક કલેક્શન લોન્ચ કર્યું હતું. તેનું કલેક્શન મિનિટોમાં વેચાઈ ગયું હતું પરંતુ ડિઝાઈનરને મીમ્સ સાથે ઝડપી ફેશનને પ્રોત્સાહન આપવા બદલ ટ્રોલ કરવામાં આવ્યો હતો. સબ્યસાચીની પ્રોડક્ટનો ઘણી વખત બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

28 October, 2021 05:47 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK