Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમે કામ કરતાં ત્યારે અમને ખૂબ ગાળો આપતી હતી : જુહી ચાવલા

અમે કામ કરતાં ત્યારે અમને ખૂબ ગાળો આપતી હતી : જુહી ચાવલા

23 September, 2021 02:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફારાહ હવે કૉમેડિયનનાં વખાણ કરે છે, પરંતુ અમે કામ કરતાં ત્યારે અમને ખૂબ ગાળો આપતી હતી : જુહી ચાવલા

ફારાહ હવે કૉમેડિયનનાં વખાણ કરે છે, પરંતુ અમે કામ કરતાં ત્યારે અમને ખૂબ ગાળો આપતી હતી : જુહી ચાવલા

ફારાહ હવે કૉમેડિયનનાં વખાણ કરે છે, પરંતુ અમે કામ કરતાં ત્યારે અમને ખૂબ ગાળો આપતી હતી : જુહી ચાવલા


જુહી ચાવલાનું કહેવું છે કે તે જ્યારે ફારાહ ખાન સાથે કામ કરતી હતી ત્યારે તે તેને ખૂબ જ ગાળો આપતી હતી. ફારાહ ખાન કોરોના નેગેટિવ થયા બાદ તેણે ફરી ‘ઝી કૉમેડી શો’માં કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ શોમાં હાલમાં જ ગેસ્ટ તરીકે જુહી ચાવલા આવી હતી. તે જ્યારે ગેસ્ટ બની હતી ત્યારે ડૉક્ટર સંકેત ભોસલેએ ફારાહ અને જુહી સાથે બાબા કા દરબાર નામનું એક ચૅટ સેશન કર્યું હતું. આ ચૅટ સેશનમાં તેણે જુહીને ફારાહ વિશે કોઈ વાત શૅર કરવા કહ્યું હતું. આ સમયે જુહીએ કહ્યું હતું કે ‘મેં અગાઉ પણ ‘ઝી કૉમેડી શો’ જોયો છે અને હું જોઉં છું કે ફારાહ દરેક કૉમેડિયનને ફર્રાટેદાર થપ્પા આપે છે. અમે જ્યારે તેની સાથે કામ કરતાં ત્યારે તો તે અમને ખૂબ જ ગાળો આપતી. તે જ્યારે સેટ પર આવતી ત્યારે દરેક વ્યક્તિ ખૂબ જ મહેનત કરતી અને રિહર્સલ કરતી હતી પરંતુ અમે જે કરતાં એ તેને કદાચ ગમતું નહીં. એથી તે યુનિટના દરેક વ્યક્તિની સામે માઇક લેતી અને જોર-જોરથી બૂમો પાડતી કે આ શું બકવાસ કરી રહ્યાં છો? ખૂબ જ બકવાસ ડાન્સ કરી રહ્યાં છો. અમે ખૂબ જ ડરી જતાં હતાં.’
આ વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘સાચું કહું તો તેઓ ખરેખર બકવાસ જ કરતાં હતાં. એ દિવસે તેઓ કંઈ પણ કરી રહ્યાં હતાં. જોકે અમે બન્નેએ સાથે ઘણાં સારાં ગીતોમાં કામ કર્યું છે અને મસ્તી પણ એટલી જ કરી છે. જુહી ખૂબ જ ટૅલન્ટેડ ડાન્સર છે અને તેની સાથે કામ કરવાની મને ખૂબ જ મજા આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK