Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીની સડક પર ગિટાર વગાડતો આદિત્ય રૉય કપૂર

દિલ્હીની સડક પર ગિટાર વગાડતો આદિત્ય રૉય કપૂર

24 October, 2021 04:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હાલમાં ત્યાં ‘થડામ’નું શૂટિંગ કરી રહ્યો છે

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર


આદિત્ય રૉય કપૂર દિલ્હીના રસ્તા પર ગિટાર વગાડતો અને ગીત ગાતો જોવા મળ્યો હતો. તે હાલમાં ત્યાં ‘થડામ’નું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગમાંથી ફુરસદ મળતારં જ તે ગિટાર લઈને નીકળી પડ્યો હતો. લોકોને પણ તેની આ કળા ખૂબ પસંદ પડી છે. તેની કેટલીક ક્લિપ્સ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. ગિટાર વગાડવાની સાથે જ તેણે ગીત ગાઈને લોકોનું મનોરંજન પણ કર્યું હતું. ‘થડામ’ને ભૂષણકુમાર અને મુરાદ ખેતાનીએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરીમાં એક યુવાનનું મર્ડર થાય છે. મૂંઝવણ ત્યારે શરૂ થાય છે જ્યારે આરોપીનો હમશકલ મળી આવે છે. આદિત્ય પહેલી વખત આ ફિલ્મમાં ડબલ રોલમાં દેખાશે. આ ફિલ્મમાં આદિત્ય સાથે મૃણાલ ઠાકુર પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2021 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK