Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફેક ન્યુઝથી ગુસ્સો આવે છે આલિયાને

ફેક ન્યુઝથી ગુસ્સો આવે છે આલિયાને

05 August, 2022 05:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ડાર્લિંગ્સ’માં ડોમેસ્ટિક વાયલન્સને પ્રમોટ કરી રહી હોવાનું કહી આલિયાની ફિલ્મને સોશ્યલ મીડિયા પર બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટને પર્સનલ લાઇફ પર ફોકસ કરવાથી નહીં પરંતુ ફેક ન્યુઝથી ખૂબ જ ગુસ્સો આવે છે. આલિયા હાલમાં પ્રેગ્નન્ટ છે અને તે ટ્વિન્સને જન્મ આપવાની છે એવી વાતો ચાલી હતી. તેની ‘ડાર્લિંગ્સ’ આજે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે અને ત્યાર બાદ તેની ‘બ્રહ્માસ્ત્ર’ નવ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. તેની પર્સનલ લાઇફ સતત ન્યુઝમાં રહે છે અને એથી તેની પ્રોફેશનલ લાઇફ વિશે વાત નથી થતી એવો ક્યારેય વિચાર આવ્યો છે એ​ વિશે પૂછતાં આલિયાએ કહ્યું કે ‘મને લાગે છે કે મારા કામ પર ઘણું ફોકસ છે. શો-બિઝનેસની વાત જ એવી છે કે લોકો તમારી પર્સનલ લાઇફ વિશે પણ જાણવા માગે છે અને એક ઍક્ટર તરીકે તમે પણ એ માટે તૈયાર હોવા જોઈએ. જોકે મને એક જ વસ્તુનો ગુસ્સો આવે છે કે લોકો ફેક ન્યુઝ બનાવે છે. જોકે ડિજિટલ સ્પેસમાં એને કન્ટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ છે.’

 ‘ડાર્લિંગ્સ’માં ડોમેસ્ટિક વાયલન્સને પ્રમોટ કરી રહી હોવાનું કહી આલિયાની ફિલ્મને સોશ્યલ મીડિયા પર બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK