દીકરીનું નામ તેણે એવા ભીંડી રાખ્યું છે. થોડા દિવસો અગાઉ જ તેણે ખુલાસો કર્યો હતો કે તે દીકરીને જન્મ આપવાની છે.
એવલિન શર્માએ આપ્યો દીકરીને જન્મ
એવલિન શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનું નામ તેણે એવા ભીંડી રાખ્યું છે. થોડા દિવસો અગાઉ જ તેણે ખુલાસો કર્યો હતો કે તે દીકરીને જન્મ આપવાની છે. તેણે ઑસ્ટ્રેલિયાના ડેન્ટલ સર્જ્યન તુષાન ભીંડી સાથે આ વર્ષે ૧૫ મેએ લગ્ન કર્યાં હતાં. દીકરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એવલિને કૅપ્શન આપી હતી કે મારી લાઇફનો આ ખૂબ જ અગત્યનો રોલ છે.