આ સિવાય તેણે અજય દેવગન વિશે પણ ચર્ચા કરી હતી. અજય દેવગન અને ઇમરાને ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’માં કામ કર્યું હતું.

ઇમરાન હાશ્મી
અક્ષયકુમારની કામની રીતભાતથી ઇમરાન હાશ્મી ખૂબ પ્રભાવિત થયો છે. તેની ‘ટાઇગર 3’ને ખાસ્સી સફળતા મળી છે. ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં છે. અક્ષયકુમાર સાથે ઇમરાને ‘સેલ્ફી’માં કામ કર્યું છે. અક્ષયકુમારની પ્રશંસા કરતાં ઇમરાન હાશ્મીએ કહ્યું કે ‘અક્ષયકુમાર સવારે સાડાચાર વાગ્યે જાગે છે અને હું સાડાછ વાગ્યે જાગું છું. તે એવા ઍક્ટર્સમાંનો છે જે સવારે સાત વાગ્યે સેટ પર પહોંચી જાય છે. મને એ વસ્તુ ગમે છે. મને મુખ્યત્વે સવારે સાતથી સાંજે પાંચ વાગ્યાની શિફ્ટ પસંદ છે, કારણ કે તમને ટ્રાફિક નથી નડતો. એવામાં તમે જ્યારે અક્ષયકુમાર સાથે કામ કરતા હો તો તમને ખાતરી હોય છે કે તમે સવારે સાત વાગ્યે શૂટિંગ શરૂ કરીને સાંજે પાંચ વાગ્યે કામ પૂરું કરી શકો છો. ’
આ સિવાય તેણે અજય દેવગન વિશે પણ ચર્ચા કરી હતી. અજય દેવગન અને ઇમરાને ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’માં કામ કર્યું હતું. અજય દેવગનના સ્વભાવ વિશે ઇમરાન હાશ્મીએ કહ્યું કે ‘અજય દેવગન ખૂબ શાંત સ્વભાવનો છે. તે માત્ર ઍક્ટિંગ જ નહીં, પરંતુ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની કળા પણ સારી રીતે જાણે છે.’

