ટ્રોલિંગને વાસ્તવિક જણાવીને ઇમરાન હાશ્મીએ કહ્યું...
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મીએ સોશ્યલ મીડિયામાં થતા ટ્રોલિંગને વાસ્તવિક જણાવ્યું છે. સાથે જ તે કહે છે કે કેટલાક લોકોને અન્યોની નિંદા કરવામાં રસ હોય છે. એથી તેણે સલાહ આપી છે કે લોકોની કમેન્ટ્સને ગંભીરતાથી ન લેવી જોઈએ. એ વિશે ઇમરાન હાશ્મી કહે છે, ‘મને એવું લાગે છે કે બે પ્રકારના વિચાર ધરાવતા લોકો હોય છે. કેટલાક ઍક્ટર્સ હોય છે, જેમને પબ્લિક ડમેનમાં બધું શૅર કરવું ગમે છે જેથી તેમની લાઇફ ઇન્ટરેસ્ટિંગ બની શકે. જોકે કેટલાક ઍક્ટર્સ એવા હોય છે, જેમને કેટલીક બાબતો પોતાના સુધી જ સીમિત રાખવી ગમે છે. તેમને પોતાની લાઇફ પ્રાઇવેટ રાખવી ગમે છે. આમાંથી કોઈ ખોટા નથી કે કોઈ સાચા નથી. મારી વીસ વર્ષની કરીઅરમાં કદી એવું નથી બન્યું કે મારી લાઇફમાં કોઈએ દરમ્યાનગીરી કરી હોય. વાત ટ્રોલિંગની આવે તો હું નસીબદાર છું કે મારે કદી ટ્રોલિંગનો સામનો નથી કરવો પડ્યો. સોશ્યલ મીડિયામાં કોણ શું કમેન્ટ્સ કરે છે એના પર હું વધુ ધ્યાન નથી આપતો. જોકે હા, ટ્રોલિંગ એક વાસ્તવિકતા છે. કેટલાક લોકોને અન્યોની ટીકા કરવી ગમે છે. અમે ઍક્ટર્સ સૉફ્ટ ટાર્ગેટ બનીએ છીએ એથી એને વધુ ગંભીરતાથી ન લેવું જોઈએ.’

