° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


વરુણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ વધારશે એકતા કપૂર, જાણો કઈ રીતે

22 July, 2020 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરુણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ વધારશે એકતા કપૂર, જાણો કઈ રીતે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

કોરોના વાયરસ (COVID-19)ને લીધે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ઠપ થઈ ગયું હતુ. પરંતુ હવે ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ટેલિવિઝન સિરિયલોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ ફિલ્મોનું શૂટિંગ હજી સુધી શરૂ નથી થયું. ભલે શૂટિંગ શરૂ નથી થયું પણ ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશનનું કામકાજ ચાલુ જ છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વરુણ ધવન (Varun Dhawan)ની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે એકતા કપૂર(Ekta Kapoor)એ નવા વર્ષના પહેલા દિવસે રિલીઝ થતી 'કુલી નંબર વન'ના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ ખરીદી લીધા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વરૂણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ ઓછી થઈ રહી છે. તેની વેલ્યૂ વધારવા માટે ફિલ્મ 'કુલી નંબર વન'ના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ બાલાજી મોશન પિક્ચર્સે 50 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ ડીલ લૉકડાઉન પહેલાં જ થઈ ગઈ હતી.

વરૂણ ધવનના પિતા ડેવિડ ધડન (David Dhawan) દિગ્દર્શિત આ ફિલ્મ પહેલી મેના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે સિનેમાઘર બંધ હોવાથી ફિલ્મ રિલીઝ કરવામાં નહોતી આવી. અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી ચર્ચા હતી. પરંતુ થોડાક સમય પહેલાં જ ડેવિડ ધવને સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મ થિયેટર્સમાં જ રિલીઝ થશે. ફિલ્મ આવતા વર્ષે પહેલી જાન્યુરીએ રિલીઝ થશે. આ ફિલ્મ 1995માં આવેલી ફિલ્મ 'કુલી નંબર વન'ની રીમેક છે.

22 July, 2020 10:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પોલૅન્ડથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં અમિતાભે

બીએમસીની હૉસ્પિટલો માટે વેન્ટિલેટર્સ પણ ડોનેટ કરશે બિગ બી

15 May, 2021 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અનુષ્કા અને વિરાટનો ટાર્ગેટ કમ્પ્લીટ

કોરોનાપીડિતોની મદદ કરવા માટે તેમણે સાથે મળીને ૧૧ કરોડથી પણ વધુ રૂપિયા જમા કર્યા છે

15 May, 2021 12:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘અમે હજી પણ પોતાની જાતને પૂછી રહ્યા છીએ કે આવું કેમ થયું’?

કોરાનાથી પપ્પાનું અવસાન થવાને પગલે ભવ્ય ગાંધી કહે છે

15 May, 2021 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK