Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેકલીનની મુશ્કેલીમાં વધારો, મની લોન્ડરિંગ મામલે ઈડીએ ફરી પાઠવ્યું સમન્સ

જેકલીનની મુશ્કેલીમાં વધારો, મની લોન્ડરિંગ મામલે ઈડીએ ફરી પાઠવ્યું સમન્સ

06 December, 2021 06:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ હાલમાં ફિલ્મ કરતાં મની લોન્ડરિંગ કેસ મામલે ચર્ચામાં છે. હ

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ


બૉલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) હાલમાં ફિલ્મ કરતાં મની લોન્ડરિંગ કેસ મામલે ચર્ચામાં છે. હવે મુદ્દે એક નવો વળાંક આવ્યો છે.  જેકલીન ફર્નાન્ડીઝને ઈડી દ્વારા ફરી સમન પાઠવવામાં આવ્યું છે. આ કેસ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને આશરે રૂ. 200 કરોડની ખંડણી સાથે સંબંધિત છે.

આ પહેલા રવિવારે જેકલીનને દેશની બહાર જતા અટકાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જેકલીન તેના એક શો માટે વિદેશ જઈ રહી હતી પરંતુ EDના લુક આઉટ સર્ક્યુલરના કારણે જેકલીનને એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે અને તેને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી નથી. આ કેસમાં જેકલીનની ધરપકડ પણ થઈ શકે છે.



હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં EDએ દાવો કર્યો હતો કે સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી. ED અનુસાર, સુકેશ અને જેકલીન વચ્ચેની વાતચીત જાન્યુઆરી 2021માં શરૂ થઈ હતી અને ત્યારથી બંને ખૂબ જ નજીક છે. આ દરમિયાન સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. તેમાં અનેક જ્વેલરી, હીરા જેવી લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સુકેશે જેકલીનને 36 લાખની ચાર પર્શિયન બિલાડીઓ અને 52 લાખનો ઘોડો પણ આપ્યો હતો. 


જેકલીન એક સુકેશની એક તસવીર પણ સામે આવી છે, જેમાં જેકલીન સુકેશના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર સામે આવ્યા બાદ દાલા કરવામાં આવી રહ્યો છે કે સુકેશ અને જેકલીન વચ્ચે કંઈક સંબંધ હતો. આ તસવીર આ જ વર્ષના એપ્રિલ અને જુનની હોવાનું સામે આવ્યું છે, જ્યારે સુકેશ તિહાડ જેલમાંથી વચગાળાના જામીન પર બહાર હતો. જોકે જેકલીને સુકેશ સાથે કોઈ પણ સંબંધ હોવાના દાવાને સ્વીકાર્યો છે.

 


 

 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK