Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તાન્હાજી’ કરતાં આગળ નીકળી ‘દૃશ્યમ 2’

‘તાન્હાજી’ કરતાં આગળ નીકળી ‘દૃશ્યમ 2’

20 November, 2022 05:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

18.33 - આઠ દિવસમાં ‘ઊંચાઈ’એ આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો

દૃશ્યમ 2

દૃશ્યમ 2


અજય દેવગનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ના પહેલા દિવસના કલેક્શન કરતાં તેની શુક્રવારે રિલીઝ થયેલી ‘દૃશ્યમ 2’ આગળ નીકળી ગઈ છે. ૨૦૨૦ની ૮ જાન્યુઆરીએ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે કાજોલ અને સૈફ અલી ખાન લીડ રોલમાં હતો. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૧૫.૧૦ કરોડનું કલેક્શન કર્યું હતું. હવે શુક્રવારે રિલીઝ થયેલી ‘દૃશ્યમ 2’ની વાત કરીએ તો આ ફિલ્મમાં અજય દેવગન સાથે તબુ, અક્ષય ખન્ના, શ્રિયા સરણ, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યાં છે. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૧૫.૩૮ કરોડનો બિઝનેસ કર્યો છે. એથી કહી શકાય કે આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળ્યું છે. વીક-એન્ડમાં આ કલેક્શન ૫૦ કરોડનો આંકડો પાર કરે એવી શક્યતા છે. ઘણા લાંબા સમય બાદ બૉલીવુડમાં ફિલ્મને સારું ઓપનિંગ અને સારો રિસ્પૉન્સ મળી રહ્યાં છે.

18.33
આઠ દિવસમાં ‘ઊંચાઈ’એ આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો 


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK