Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક રોશને ‘વિક્રમ વેધા’નું શૂટિંગ શરૂ કર્યું?

હૃતિક રોશને ‘વિક્રમ વેધા’નું શૂટિંગ શરૂ કર્યું?

16 October, 2021 06:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર બે પોસ્ટ શૅર કરીને હૃતિકે લખ્યું હતું કે ‘નવી શરૂઆત પ્રત્યે મારે પ્રેમ શૅર કરું છું. આજે પહેલો દિવસ છે.’

હૃતિક રોશને ‘વિક્રમ વેધા’નું શૂટિંગ શરૂ કર્યું?

હૃતિક રોશને ‘વિક્રમ વેધા’નું શૂટિંગ શરૂ કર્યું?


હૃતિક રોશને તેની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું શૂટિંગ શરૂ કર્યું હોય એવી શક્યતા છે. તેણે ઇન્સ્ટાસ્ટોરી પર બે પોસ્ટ શૅર કરી છે. એમાં તેણે ઊગતા સૂરજની ક્લ‌િપ શૅર કરી નવી શરૂઆત કરી છે એમ લખ્યું છે. જોકે શાની શરૂઆત કરી છે એ વિશે માહિતી નથી આપી. ૨૦૧૭માં આવેલી તામિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકની ચર્ચા જોરશોરમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર જ આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને વાય નૉટ સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ‘વિક્રમ વેધા’ના ક્લૅપ બોર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વાય નૉટ સ્ટુડિયોઝે કૅપ્શન આપી હતી કે આની શરૂઆત કરવામાં આવી છે. 
બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર બે પોસ્ટ શૅર કરીને હૃતિકે લખ્યું હતું કે ‘નવી શરૂઆત પ્રત્યે મારે પ્રેમ શૅર કરું છું. આજે પહેલો દિવસ છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK