Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શેલ્ફ લાઈફ વધારવા મોટી વયના એક્ટર્સ નાની વયની એક્ટ્રેસ સાથે કામ કરે છે

શેલ્ફ લાઈફ વધારવા મોટી વયના એક્ટર્સ નાની વયની એક્ટ્રેસ સાથે કામ કરે છે

17 December, 2020 03:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શેલ્ફ લાઈફ વધારવા મોટી વયના એક્ટર્સ નાની વયની એક્ટ્રેસ સાથે કામ કરે છે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


અભિનેત્રી દિયા મિર્ઝાએ તાજેતરમાં કહ્યું કે આ ઘણું વિચિત્ર છે કે 50 વર્ષના એક્ટર 19 વર્ષની એક્ટ્રેસ સાથે કામ કરી રહ્યા છે. મોટી ઉંમરના એક્ટર પોતાની શેલ્ફ લાઈફ વધારવા નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે કાસ્ટ થવાનું પસંદ કરે છે.

ઘરડા થઇ રહેલા એક્ટર્સ હજુ પણ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે જ્યારે ઉંમરવાન એક્ટ્રેસ સાથે આવું નથી થઇ રહ્યું. દિયાએ કહ્યું, 'મને આશા છે કે હવે એક્ટ્રેસને ઉંમર વધવા છતાં લીડ રોલ પ્લે કરતા અટકાવી શકાશે નહીં, પણ દુર્ભાગ્યવશ સત્ય એ છે કે તેમના માટે એટલી સ્ટોરી લખવામાં આવતી નથી, જેટલી પુરુષો માટે. એક ઘરડા વ્યક્તિને યુવા રોલ પ્લે કરતા જોવો વધુ દુર્ભાગ્યપૂર્ણ છે.



દિયાએ કહ્યું, 'સુંદરતાને હંમેશાં યુવા અવસ્થા સાથે જોડવામાં આવે છે. મને લાગે છે કે એટલે યુવા ચહેરાને કાસ્ટ કરવામાં આવે છે. નીના ગુપ્તા આનો અપવાદ છે. તેમણે ખુદ કહ્યું છે કે હું એક એક્ટર છું અને મને મારા કામથી પ્રેમ છે. કૃપા કરીને મને કાસ્ટ કરો. સારું છે કે અમુક ફિલ્મમેકર્સે તેમને લીડ રોલમાં કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે તેમની ઉંમરને હરાવી દીધી પણ ઘણી એક્ટ્રેસિસ છે જે સંઘર્ષ કરી રહી છે અને તેમને લેવામાં આવતા નથી કારણકે તેમના માટે કોઈ સ્ટોરી લખવામાં આવી રહી નથી.'


 


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2020 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK