રણવીર સિંહને જાસૂસ તરીકે લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં ૨૮.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી
રણવીર સિંહ
રણવીર સિંહને જાસૂસ તરીકે લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ને સારો પ્રતિભાવ મળ્યો છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ ભારતમાં ૨૮.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરીને ૨૦૨૫ની હિન્દી ફિલ્મોમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનાર ફિલ્મોમાંથી એક બની ગઈ છે. આ ફિલ્મની ડિમાન્ડ વધી રહી છે જેના કારણે મુંબઈનાં અનેક થિયેટર્સમાં મધરાતના અને સવારના શો ઉમેરાયા છે. રિપોર્ટ પ્રમાણે તો કેટલાંક મલ્ટિપ્લેક્સમાં લગભગ ૨૪ કલાક ચાલતા શો યોજવામાં આવશે.


