એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે
ધર્મેન્દ્ર અને ફારાહ ખાન કુંદર
ધર્મેન્દ્રએ ફારાહ ખાન કુંદર સાથેનો ફોટો શૅર કર્યો છે. એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે. આ ફિલ્મ કરણ જોહર ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને શબાના આઝમી પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે. ફારાહ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી હતી, ‘દિલ્હીમાં શૂટિંગ દરમ્યાન પ્રેમાળ ફારાહ ખાન, પ્રેમાળ કોરિયોગ્રાફર સાથે..’