° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


‘ધાકડ’માં હિન્દી સિનેમાની સૌથી લાંબી ફાઇટ સીક્વન્સ છે : કંગના

14 May, 2022 01:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકો તેને સલાહ આપતા હતા કે ‘કંગના સાથે તે પોતાની પહેલી ફિલ્મ કેવી રીતે બનાવી શકે છે?’ આમ છતાં તેણે મારી સાથે ફિલ્મ બનાવી. મેં મારા તરફથી બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.’

‘ધાકડ’માં હિન્દી સિનેમાની સૌથી લાંબી ફાઇટ સીક્વન્સ છે : કંગના

‘ધાકડ’માં હિન્દી સિનેમાની સૌથી લાંબી ફાઇટ સીક્વન્સ છે : કંગના

કંગના રનોટે જણાવ્યું છે કે ‘ધાકડ’માં જે ફાઇટ સીક્વન્સ છે એ હિન્દી સિનેમાની સૌથી લાંબી સીક્વન્સ છે અને એ લગભગ ૧૪ મિનિટની છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ ૨૦ મેએ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ​ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિના રોલમાં દેખાવાની છે. રજનીશ ઘઈના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ લીડ રોલમાં છે. તાજેતરમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. ડિરેક્ટરની પ્રશંસા કરતાં કંગનાએ કહ્યું કે ‘આ પ્રોજેક્ટ લેવા માટે હું મારા ડિરેક્ટરનો આભાર માનું છું. લોકો તેને સલાહ આપતા હતા કે ‘કંગના સાથે તે પોતાની પહેલી ફિલ્મ કેવી રીતે બનાવી શકે છે?’ આમ છતાં તેણે મારી સાથે ફિલ્મ બનાવી. મેં મારા તરફથી બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.’
ફિલ્મમાં રિયલ ગનનો ઉપયોગ કર્યો હોવાનું જણાવતાં કંગનાએ કહ્યું કે ‘હું આ ફિલ્મમાં ખોટી ગન્સનો ઉપયોગ કરવા માગતી હતી, કારણ કે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ના શૂટિંગ દરમ્યાન હું જખમી થઈ હતી. જોકે મારા ડિરેક્ટરની ઇચ્છા હતી કે હું રિયલ શસ્ત્રોનો ઉપયોગ કરું. મારી ટ્રેઇનિંગની જ્યાં સુધી વાત છે તો બાળપણથી જ હું મારા ઍક્શન માસ્ટર સૂર્ય નારાયણજી પાસેથી શીખી હતી. હું ૧૬ કે ૧૭ વર્ષની હતી ત્યારે તેમની પાસે ટ્રેઇનિંગ લીધી હતી. જોકે ‘ક્રિશ’ અથવા તો ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ સિવાય આવા રોલ કરવાની તક નહોતી મળી. હૉલીવુડ અને કોરિયામાંથી ક્રૂએ આવીને મને ટ્રેઇનિંગ આપી હતી. એથી આ સહિયારો પ્રયાસ છે. કોઈ એકને એનું શ્રેય ન આપી શકાય. ફિલ્મમાં હિન્દી સિનેમાની સૌથી લાંબી ફાઇટ સીક્વન્સ છે જે ૧૪ મિનિટની છે.’ 

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હવે કંગના રનોટ એકલી નથી રહી

કંગના રનોટનું કહેવું છે કે તે હવે ઇન્ડસ્ટ્રીમાં એકલી નથી રહી. આવું એટલા માટે તેણે કહ્યું કેમ કે કંગનાની આગામી ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. એથી તેણે સલમાનનો આભાર પણ માન્યો છે. ભૂતકાળમાં કંગનાએ કહ્યું હતું કે તેને ઇન્ડસ્ટ્રીમાં એકલવાયું લાગે છે કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ તેની પડખે નથી ઊભું રહેતું. કંગનાની ‘ધાકડ’નું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાન ખાને કૅપ્શન આપી હતી, ‘હું ‘ધાકડ’ની ટીમને શુભેચ્છા આપું છું.’
સલમાનની આ પોસ્ટને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ લખ્યું હતું કે ‘થૅન્ક યુ માય દબંગ હીરો. તારું દિલ સોનાનું છે. હું હવે કદી પણ એમ નહીં કહું કે હું ઇન્ડસ્ટ્રીમાં એકલી છું. ‘ધાકડ’ની ટીમનો હું આભાર માનું છું.’

14 May, 2022 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

બે કલાક અને ૫૩ મિનિટ

આટલી લાંબી છે કમલ હાસનની નવી ફિલ્મ ‘વિક્રમ’

24 May, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

News in Shorts: ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું- ગણેશ આચાર્ય

ગણેશ આચાર્યનું કહેવું છે કે ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું, પરંતુ હવે પોતાની બૉડી તેને ખૂબ જ પસંદ પડી રહી છે.

24 May, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્પોર્ટ્‍સ અને સિનેમા લોકોને એક કરી શકે છે : આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સ્પોર્ટ્‍સ અને સિનેમામાં એટલી તાકાત છે કે તેઓ ઇન્ડિયાને એક કરી શકે છે.

24 May, 2022 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK