° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


પ્રતીક ગાંધીની `ભવાઈ` ફિલ્મ બૅન કરવાની માગણી, #ArrestPratikGandhi થયું ટ્રેન્ડ, જાણો વધુ

20 September, 2021 11:00 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયામાં #arrestpratikgandhi ટ્રેન્ડ થઈ રહ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી

`સ્કેમ 1992`થી દેશભરમાં લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ` પહેલી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ ટાઈટલને લઈ વિવાદમાં આવી હતી. આ વિવાદ હજી પણ ચાલુ છે અને હવે સોશિયલ મીડિયામાં #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhiજેવા હેશટૅગ ટ્રેન્ડ થયાં હતા.

પહેલા આ ફિલ્મનું નામ `રાવણ લીલા` હતું, પરંતુ વિવાદ થતાં આ ફિલ્મનું નામ બદલીને `ભવાઈ` કરવામાં આવ્યું. આ વિવાદ વિવાદ હજી પણ ચાલુ જ છે અને સો.મીડિયામાં #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhi જેવા હેશટૅગ ટ્રેન્ડ થયા હતા. સોશિયલ મીડિયામાં યુઝર્સે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. 

યુઝર્સનું કહેવું છે કે, આ ફિલ્મમાં શ્રીરામ તથા રાવણની તુલના કરવામાં આવી છે, જે અયોગ્ય છે. જ્યારે કેટલાંક યુઝરનું માનવું છે કે બૉલિવૂડમાં રાવણનો મહિમા તથા ભગવાન રામ તથા હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. 

`

ભવાઈ`નું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યૂસર તથા રાઇટરને નોટિસ ફટકારવામાં આવી છે. તેમના પર ભગવાન રામની ખોટી વાતો ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે રાવણને સારો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

20 September, 2021 11:00 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

જીમમાં બૉલિવૂડ ગીત પર હૃતિક રોશને કર્યા ગરબા,ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

આ સાથે તે 80 ના દાયકાના ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

17 October, 2021 08:05 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

પરિણીતીને ધમકી?

પરિણીતી ચોપડાને સોશ્યલ મીડિયામાં કાર્તિક આર્યને કૉપી કરવાનું બંધ કરવા કહ્યું છે

17 October, 2021 03:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રશ્મિ રૉકેટ’ Review : રૉકેટ થોડું સ્લો રહ્યું

તાપસીનો પર્ફોર્મન્સ જોરદાર છે, પરંતુ એ ફર્સ્ટ પાર્ટ પૂરતું છે : સ્ક્રિપ્ટ પ્રિડિક્ટેબલ બની જતાં ડાયલૉગબાજીથી એને બચાવવાની કોશિશ કરી છે

17 October, 2021 03:50 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK