° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


દીપિકા પાદુકોણના આખા પરિવારમાં કોરોનાનો પગપેસારો, બહેન-માતા-પિતા બધા જ પૉઝિટિવ

04 May, 2021 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રીના પિતા હૉસ્પિટલમાં દાખલ, જ્યારે માતા અને બહેન હૉમ આઈસોલેશનમાં

દીપિકા પાદુકોણની ફાઈલ તસવીર

દીપિકા પાદુકોણની ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેરમાંથી કોઈ જ બચી નથી શક્યું. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ કોઈને પણ આ જીવલેણ વાયરસ બક્ષતો નથી. હવે બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના આખા પરિવારમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. અભિનેત્રીની બહેન, માતા અને પિતા ત્રણેયને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. પિતા પ્રકાશ પાદુકોણ હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે માતા અને બહેન હૉમ આઈસોલેશનમાં છે.

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ ૬૫ વર્ષના છે. આ અઠવાડિયે તેમને હૉસ્પિટલમાંથી રજા મળે તેવી શક્યતા છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે એક વેબ પોર્ટલને જણાવ્યું હતું કે, ‘લગભગ ૧૦ દિવસ પહેલાં પ્રકાશ પાદુકોણ, તેમના પત્ની ઉજ્જાલા અને તેમની બીજા નંબરની દીકરી અનિષામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેયે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પૉઝિટિવ આવ્યો હતો. ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે, પ્રકાશ પાદુકોણને તાવ ઉતરતો જ નહોતો. એટલે શનિવારે પહેલી મેના રોજ તેમને બેંગલુરુની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે.’

તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘હાલમાં પ્રકાશ પાદુકોણની તબિયત સ્થિર છે અને તેમના તમામ રિપોર્ટ્સ સામાન્ય છે. તેમની પત્ની તથા દીકરી ઘરે જ છે અને તેઓ પણ રિકવર થઈ રહ્યાં છે. પ્રકાશ પાદુકોણને બસ બે-ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે’.

દીપિકા પાદુકોણના પરિવાર વિશે તમને જણાવીએ તો, અભિનેત્રીના પિતા ૧૯૮૦માં ઓલ ઈગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પ્રકાશ પાદુકોણ પહેલા ભારતીય હતા, જેમણે આ ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ તેમણે ડેન્માર્ક ઓપન, સ્વેડિશ ઓપન સહિતની કેટલીક ટૂર્નામેન્ટ જીતી હતી. ૧૯૯૧માં તેઓ રિટાયર થયા હતા. ૧૯૯૩-૧૯૯૬ સુધી તેઓ ઈન્ડિયન ટીમના કોચ પણ રહ્યાં હતા. જ્યારે તેની નાની બહેન અનિષા ગોલ્ફર છે.

અત્યારે કોરોના કાળમાં દીપિકા પાદુકોણ મેન્ટલ હેલ્થ પર કામ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે `છપાક` ફિલ્મમાં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઑફિસ પર હીટ નહોતી રહી. હવે તે પ્રભાસ સાથેની ફિલ્મ, શાહરુખ સાથે ‘પઠાન’, અમિતાભ બચ્ચન સાથે ‘ધ ઈન્ટર્ન’, દ્રૌપદી પર આધારિત એક ફિલ્મ તથા પતિ રણવીર સાથે ‘83’માં જોવા મળશે. આ ઉપરાંત તે શકુન બત્રાની ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી તથા અનન્યા પાંડે સાથે કામ કરી રહી છે.

04 May, 2021 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અનુષ્કા અને વિરાટ કોહલી સાત કરોડની જગ્યાએ હવે અગિયાર કરોડ કરશે ભેગા

ટોટલ ૧૦,૮૨,૩૮,૫૪૮ રૂપિયા ૧૮,૭૭૨ લોકોએ દાન કર્યા છે

13 May, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફ્રન્ટલાઇન વર્કર્સના જોશ અને નિઃસ્વાર્થ સેવા બિરદાવવા લાયકઃ અમિતાભ બચ્ચન

તેમણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

13 May, 2021 12:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પુણે પોલીસ ફાઉન્ડેશનમાં દાન કર્યું જૅકલિન ફર્નાન્ડિસે

તે વિવિધ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને એક લાખ લોકોને ખાવાનું પહોંચાડી રહી છે

13 May, 2021 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK