દીપિકા પાદુકોણ ફિદા થઈ પતિ રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ ધુરંધર પર
દીપિકા પાદુકોણ
શુક્રવારે રિલીઝ થયેલી રણવીર સિંહની ‘ધુરંધર’ જોઈને પત્ની દીપિકા પાદુકોણ ફિદા થઈ ગઈ છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક પોસ્ટ શૅર કરીને આ ફિલ્મનાં વખાણ કર્યાં છે. દીપિકાએ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે ‘‘ધુરંધર’જોઈ લીધી છે અને ૩.૩૪ કલાકની આ ફિલ્મની દરેક મિનિટ કમાલની છે. તમે પણ નજીકનાં સિનેમાઘરોમાં જઈને ફિલ્મ જુઓ. રણવીર સિંહ, તારા કામ પર ગર્વ છે.’


