° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Deepika Padukone કરતા વધુ સર્ચ થઈ રહી છે આ દીપિકા, જાણો કેમ !

04 March, 2020 07:30 PM IST | મુંબઈ

Deepika Padukone કરતા વધુ સર્ચ થઈ રહી છે આ દીપિકા, જાણો કેમ !

Deepika Padukone કરતા વધુ સર્ચ થઈ રહી છે આ દીપિકા, જાણો કેમ !

બોલીવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ભલે બોલીવુડની ટોચની અભિનેત્રી હોય. ભલે દીપિકા પાદુકોણેના કરોડોની સંખ્યામાં ફેન્સ હોય, ભલે દીપિકાની સુંદરતાના કરોડો લોકો ચાહક હોય પરંતુ દીપિકા પાદુકોણેને તેના જ નામની એક યુવતી ટક્કર આપી રહી છે. કહોને કે દીપિકા પાદુકોણેને અન્ય એક દીપિકાએ જ પાછળ છોડી દીધી છે. જી હાં, વાત કંઈક એવી છે કે દીપિકા પાદુકોણે કરતા Deepika Ghose ગુગલમાં વધુ સર્ચ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

#rcbgirl #rcbfan #rcbfangirl

A post shared by Deepika RCB (@deepika_fanspage_rcb) onMay 6, 2019 at 9:25pm PDT

દીપિકા ઘોષ તમને પણ યાદ જ હશે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં દરેક વ્યક્તિની નજર આ જ યુવતી પર અટકી હતી. આ રસાકસી ભરેલી મેચ વિશે અને ખેલાડીઓ વિશે જેટલી ચર્ચા નથી થઈ તેટલી ચર્ચા આ યુવતીની થઈ હતી. આ જ યુવતી એટલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફિમેલ ફેન Deepika Ghose.

 

લાલ કલરનું ટોપ અને જીન્સ પહેરીને આવેલી આ ફૅને કેમેરામેનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જેવી દીપિકા ઘોષ સ્ક્રીન પર આવી કે મેચ પૂરી થાય ત્યાં સુધીમાં તો તેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ધડાધઢ વાઈરલ થઈ ગયા. વાઈરલ વીડિયોઝમાં આ યુવતી હાથમાં RCBનો ફ્લેગ પકડીને મસ્તીભર્યા અંદાજમાં કોહલીની ટીમને સપોર્ટ કરતી દેખાઈ રહી છે. જ્યારે આ યુવતી વિશે સર્ચ થયું તો સામે આવ્યું કે તેનું નામ બોલીવુડની ટોચની એક્ટ્રેસ દીપિકા પાદુકોણના નામ પર જ છે.

આ પણ વાંચોઃ બોલીવુડથી લઈને હોલીવુડના સિતારાઓ ઉતર્યા મેટ ગાલાના પિંક કાર્પેટ પર, જુઓ તસવીરો

જોતજોતામાં દીપિકા એટલી વાઈરલ થઈ ગઈ કે થોડાક સમય માટે તેણે ગુગલ સર્ચમાં દીપિકા પાદુકોણેને પાછળ છોડી દીધી. લોકો દીપિકા ઘોષ વિશે જાણવા માટે ઉત્સાહિત થઈ ગયા. લોકોએ Deepika Ghoseનું નામ ગૂગલ પર એટલું સર્ચ કર્યું કે ગૂગલ સર્ચિંગમાં દીપિકા પાદુકોણે કરતા દીપિકા ઘોષનું નામ આગળ આવી ગયું. લોકો જ્યારે ગૂગલ પર દીપિકા સર્ચ કરી રહ્યા હતા ત્યારે સજેશનમાં દીપિકા પાદુકોણેના બદલે દીપિકા ઘોષનું નામ આવતું હતું.

04 March, 2020 07:30 PM IST | મુંબઈ

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Sherlyn Chopraએ રાજ અને શિલ્પા પર માનસિક ત્રાસનો આક્ષેપ કરી માગ્યા 75 કરોડ

શર્લિન ચોપરાએ કહ્યું કે રાજ અને શિલ્પાએ અન્ડરવર્લ્ડ દ્વારા મને ધમકી અપાવી છે.

28 October, 2021 12:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અગાઉ પણ સમીર વાનખેડે શાહરુખ ખાન માટે ઉભી કરી ચુક્યા છે આફત, જાણો વિગત

સમીર વાનખેડેએ કસ્ટમ ડ્યુટી ન ભરવાને કારણે શાહરુખ ખાન પર દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

27 October, 2021 06:45 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

શું ડિસેમ્બરમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન કરશે? તડામાર તૈયારીઓના અહેવાલ  

કપલ પહેલેથી જ તેમના લગ્ન સમારોહની તૈયારી કરી રહ્યું છે અને તેમના કપડાં સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે

27 October, 2021 05:52 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK