રણબીર કપૂર અને આલિયાએ એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનું કહેવું છે કે તે ડિલિવરી બાદ ફિલ્મોથી વધુ સમય દૂર નહીં રહે. તેણે થોડા સમય પહેલાં જ ગુડ ન્યુઝ આપ્યા છે. રણબીર કપૂર અને આલિયાએ એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. આવતા વર્ષે તેમના ઘરે બાળકની કિલકારી સાંભળવા મળશે. હાલમાં આલિયાની ‘ડાર્લિંગ્સ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મને તેણે શાહરુખ ખાન સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. તે હસબન્ડ રણબીર સાથેની ‘બ્રહ્માસ્ત્ર’ અને રણવીર સિંહ સાથેની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ દેખાવાની છે. આલિયાએ જ્યારથી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી જ તેની પ્રોફેશનલ લાઇફને લઈને તેને વિવિધ સવાલો કરવામાં આવે છે. તેને પૂછવામાં આવે છે કે શું તે ફિલ્મોને અલવિદા કહેશે કે પછી બાળકના ઉછેર માટે સમય આપશે. એ તમામ અટકળોને લઈને આલિયાએ કહ્યું હતું કે ‘હું ડિલિવરી બાદ મોટો ગૅપ નહીં લઉં. સાથે જ માતૃત્વને કારણે ફિલ્મો પણ નહીં છોડું.’