° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


દબંગ સલમાન ખાને કરી સાઇકલ પર સવારી

03 April, 2019 02:51 PM IST |

દબંગ સલમાન ખાને કરી સાઇકલ પર સવારી

સલમાન ખાનનો દબંગ 3ની શૂટિંગ સમયનો લૂક

સલમાન ખાનનો દબંગ 3ની શૂટિંગ સમયનો લૂક

દબંગ 3નું શુટીંગ શરૂ થયું

સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ દબંગ 3ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને ફર્સ્ટ શેડ્યુલ મહેશ્વર, મધ્યપ્રદેશમાં પૂરું થઈ રહ્યું છે. ત્યારે શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો જોવા મળી છે જેમાં સલમાન ખાનનો આ અવનવો લૂક જોવા મળે છે. એમ કહી શકાય કે સલમાન ફિલ્મમાં આવા લૂકમાં જોવા મળી શકે છે.

Salman Khan

 

તાજેતરમાં જ મહેશ્વરમાં દબંગ 3ની શૂટિંગ લોકેશનની લેટેસ્ટ તસવીરો આવી છે. જેમાં સલમાન ખાનનો શાનદાર લૂક જોવા મળે છે જેની સાથે મહેશ્વરની સુંદર ઘાટ પણ દેખાય છે. આ પહેલા સલમાન ખાને પોતે કેટલીક તસવીર શૂટિંગ લોકેશન પરથી જ શેર કરી હતી.

તસવીરમાં જોવા મળશે કે સલમાન ખાને બ્લુ શર્ટ અને જિન્સ પહેર્યું છે.

Dabang 3 Salaman Khan

સલમાન ખાન ફરી એક વાર પોતાના દબંગ લૂકમાં જોવા મળે છે.

Salman Khan

ફિલ્મમાં એક સોન્ગ છે જેની શૂટિંગ લગભગ 13 દિવસમાં પૂરી થશે, આ ગીતમાં 500થી વધુ ડાન્સર્સ જોવા મળશે.

Salman Khan

સલમાન ખાને પોતે મંગળવારે એક તસવીર શેર કરી હતી જેમાં નર્મદા કિનારે શૂટિંગ કરતા દેખાઈ રહ્યો હતો.

 
 
 
View this post on Instagram

Shooting for #dabangg3 on the beautiful ghats of Narmada

A post shared by Salman Khan (@beingsalmankhan) onApr 2, 2019 at 5:17am PDT

શૂટિંગના સમયની તસવીરોની સાથે સાથે એક વીડિયો પણ જોવા મળ્યો છે જેમાં સલમાન ખાન અને અરબાઝ મહેશ્વરની ગલીઓમાં સાઈકલ ચલાવતા દેખાઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

On location of #Dabangg3 Narmada River Point Indore #SalmanKhan #SKF

A post shared by love to be here (@beingsalmankhan.world) onApr 2, 2019 at 2:55am PDT

ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે સલમાન ખાન ઇન્દોર પહોંચ્યો. ત્યાર બાદ રવિવારે સલમાન અને અરબાઝ ખાને ઇન્દોર પહોંચીને એક વીડિયો પોતાના ફેન્સ માટે શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, "અમે બન્ને ઇન્દોરમાં છીએ જ્યાં અમારો જન્મ થયો અને મહેશ્વરમાં શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ જ્યાં અમારા દાદાજીની પોસ્ટિંગ થઈ હતી જ્યારે તેઓ પોલીસ ફોર્સમાં હતા."

આ પણ વાંચો : બાહુબલીના ડિરેક્ટરની ફિલ્મનું અમદાવાદ, વડોદરામાં શૂટિંગ શરૂ

ડિસેમ્બરમાં ફિલ્મ રીલિઝ થઇ શકે છે

Salman Khan and Arbaz Khan

ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરે છે અને અરબાઝ ખાન પ્રૉડ્યુસ કરી રહ્યો છે. લગભગ 10 વર્ષ પછી સલમાન અને પ્રભુદેવાની જોડી એકસાથે આવી રહી છે. આ પહેલા વર્ષ 2009માં સલમાન ખાનને ફિલ્મ વોન્ટેડમાં પ્રભુદેવાએ ડાયરેક્ટ કર્યો હતો. સલમાન ખાનની આગામી ફિલ્મમાં દબંગ 3 સિવાય ભારતનું નામ પણ સામેલ છે. ફિલ્મ ભારત 5 જૂનના રિલીઝ થશે.

03 April, 2019 02:51 PM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત રિલીઝ

તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત આજે રિલીઝ થયું છે.

15 June, 2021 07:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` આ તારીખે થશે રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ 27 જુલાઈના રોજ રિલીઝ છે.

15 June, 2021 05:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Sonuને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો કેન્સર પીડિત,ભાવુક અભિનેતાએ કહ્યું આ...

હવે તો એ સ્થિતિ છે કે લોકો મદદની અપીલ લઈને તેમના ઘરે આવે છે, જેમની મુશ્કેલીઓેને દિગ્ગજ અભિનેતા પોતે સાંભળે છે.

15 June, 2021 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK