Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાન સાથે મારી સરખામણી એ સુપરસ્ટારનું અપમાન છે : દુલ્કર સલમાન

શાહરુખ ખાન સાથે મારી સરખામણી એ સુપરસ્ટારનું અપમાન છે : દુલ્કર સલમાન

19 September, 2022 03:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મના હિન્દી વર્ઝનના પ્રમોશન માટે તે મુંબઈ પહોંચ્યો હતો. લોકો દુલ્કરને શાહરુખ સાથે સરખાવવા માંડ્યા છે

શાહરુખ ખાન અને દુલ્કર સલમાન

શાહરુખ ખાન અને દુલ્કર સલમાન


દુલ્કર સલમાનનું કહેવું છે કે શાહરુખ સાથે મારી સરખામણી કરવી એ સુપરસ્ટારનું અપમાન છે. તેની ‘સીતા રમમ’ હાલમાં રિલીઝ થતાં એ લોકોને ખૂબ ગમી છે. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર અને રશ્મિકા મંદાના પણ છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનના પ્રમોશન માટે તે મુંબઈ પહોંચ્યો હતો. લોકો દુલ્કરને શાહરુખ સાથે સરખાવવા માંડ્યા છે. એ વિશે દુલ્કર સલમાને કહ્યું કે ‘હું શાહરુખ સરનો મોટો ફૅન છું. અમારા બધા માટે તેઓ રોલમૉડલ છે. તેઓ જે રીતે લોકો સાથે વર્તન કરે છે, મહિલાઓ પ્રત્યે સન્માન રાખે છે એ બધું મને આકર્ષિત કરે છે. જો શાહરુખ સર લોકોથી ભરેલી રૂમમાં વાત કરતા હોય તો તમને એમ જ લાગશે કે એ રૂમમાં તમે એકલા જ છો. તેઓ ખૂબ સ્પેશ્યલ છે. તેમની ફિલ્મો જોઈને હું મોટો થયો છું. મારી બહેન સાથે બેસીને મેં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અનેક વખત જોઈ છે. એ મારી ફેવરિટ ફિલ્મ છે. તેઓ મારા માટે પ્રેરણાસ્રોત છે. ઍક્ટર બનવા પ્રત્યે મને જ્યારે મારા પર શંકા હતી ત્યારે મેં તેમની પાસેથી પ્રેરણા લીધી હતી. તેઓ માત્ર એક ઍક્ટર નથી, તેમની પર્સનાલિટી પણ સ્ટ્રૉન્ગ છે. તેમની છાપ મારા મન પર છે. જોકે તેમની સાથે મારી સરખામણી કરવી એ તેમનું અપમાન છે, કેમ કે શાહરુખ ખાન એક જ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK