Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમોશનલ દૃશ્ય કરતાં પણ કૉમેડી કરવી અઘરી છે : સમન્થા અકિનેની

ઇમોશનલ દૃશ્ય કરતાં પણ કૉમેડી કરવી અઘરી છે : સમન્થા અકિનેની

22 September, 2021 12:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં આવેલી ‘ઓ બેબી’માં તેણે કામ કર્યું હતું ત્યાર બાદ તેને એ વાતનો અહેસાસ થયો હતો

સમન્થા અકિનેની

સમન્થા અકિનેની


સમન્થા અકિનેનીનું કહેવું છે કે કૉમેડી કરવી ખૂબ જ મુશ્કેલ છે. ૨૦૧૯માં આવેલી ‘ઓ બેબી’માં તેણે કામ કર્યું હતું ત્યાર બાદ તેને એ વાતનો અહેસાસ થયો હતો. સાઉથ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ મૂવી અવૉર્ડ્સમાં તેને લીડિંગ રોલમાં બેસ્ટ ઍક્ટ્રેસ (તેલુગુ)નો અવૉર્ડ મળ્યો છે. ‘ઓ બેબી’માં તેણે બેબીનું પાત્ર ભજવ્યું હતું. તે એક વૃદ્ધ મહિલા હોય છે પરંતુ એક રાતે તે ખૂબ જ યુવાન મહિલા બની જાય છે. યુવાન બન્યા બાદ તે તેના દરેક સપનાને પૂરું કરે છે જેને તે પહેલાં નહોતી કરી શકી. આ વિશે વધુ વાત કરતાં સમન્થાએ કહ્યું હતું કે ‘મારે હિરોઇન-ઓરિએન્ટેડ અને સોશ્યલ મેસેજ આપનારી ફિલ્મોમાંથી બ્રેક લેવો હોવાથી મેં આ ફિલ્મને પસંદ કરી હતી. કૉમેડી મારા માટે ખૂબ જ નવી હતી. મેં હંમેશાંથી કૉમેડીમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું અને મને ખુશી છે કે મેં એ કર્યું. મને એ વાતનો પણ અહેસાસ થયો કે કૉમેડી કરવી ખૂબ જ મુશ્કેલ છે. ઇમોશનલ દૃશ્ય કરતાં પણ કૉમેડી ખૂબ જ મુશ્કેલ છે. ટાઇમિંગ મેળવવું અને ચોક્કસ સમયે બ્રેક લેવો ખૂબ જ મુશ્કેલ છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ હું કૉમિક ઍક્ટર્સનો વધુ રિસ્પેક્ટ કરતી થઈ છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK