° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


મારા અન્ય ઇમોશન્સવાળા રોલ પર કૉમેડી હાવી થઈ ગઈ છે : દીપક ડોબરિયાલ

28 October, 2021 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દીપક તેની કૉમેડીના કારણે ખાસ્સો જાણીતો છે. આ વિશે દીપકે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જે પણ કૉમેડી રોલ્સ મેં અત્યાર સુધી ભજવ્યા છે એ ખૂબ પૉપ્યુલર થયા છે અને દરેકની સાથે એટલા તો કનેક્ટ થયા છે કે મારા ઇમોશન્સવાળા અન્ય રોલ્સ પર કૉમેડી હાવી થઈ છે.

મારા અન્ય ઇમોશન્સવાળા રોલ પર કૉમેડી હાવી થઈ ગઈ છે : દીપક ડોબરિયાલ

મારા અન્ય ઇમોશન્સવાળા રોલ પર કૉમેડી હાવી થઈ ગઈ છે : દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલને રૂઢિવાદી ચૅલેન્જિંગ રોલ્સમાંથી બહાર આવવું છે. તેની કૉમેડી-થ્રિલર ‘આફત-એ-ઇશ્ક’ ૨૯ ઑક્ટોબરે ZEE5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરુણ જોવા મળશે. દીપક પોલીસના રોલમાં દેખાશે. દીપક તેની કૉમેડીના કારણે ખાસ્સો જાણીતો છે. આ વિશે દીપકે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જે પણ કૉમેડી રોલ્સ મેં અત્યાર સુધી ભજવ્યા છે એ ખૂબ પૉપ્યુલર થયા છે અને દરેકની સાથે એટલા તો કનેક્ટ થયા છે કે મારા ઇમોશન્સવાળા અન્ય રોલ્સ પર કૉમેડી હાવી થઈ છે. એથી મને સતત કૉમેડી રોલ્સ જ ઑફર કરવામાં આવી રહ્યા છે. જોકે હું એ ઝોનમાંથી બહાર આવવા માગતો હતો. મેં કેટલાય રોલ્સને નકાર આપ્યો છે. ચૅલેન્જિંગ લાગતા સાદા રોલમાં પણ હું મારા પર્ફોર્મન્સ દ્વારા નવાપણું લાવું છું. એને હું દેખાડીશ.’
‘અંગ્રેઝી મીડિયમ’નું ઉદાહરણ આપતાં દીપકે કહ્યું હતું કે ‘એમાં મારું કૉમેડી કૅરૅક્ટર હતું, આમ છતાં કૉમેડીમાં ટ્રૅજેડી જોઈને મેં લોકોને રડતા જોયા છે. હું એવા પર્ફોર્મન્સ આપવા માગું છું અને આવી રીતે જ હું મારા પર્ફોર્મન્સને રીડિફાઇન કરવાની સાથે જ પરંપરાગત ભૂમિકાને તોડવા માગું છું. મેં દરેક પ્રકારના પાત્ર ભજવીને એક યુવાન તરીકે મારા ઇમોશન્સની ક્ષમતા દેખાડી છે. આમ છતાં મને ફિલ્મોમાં વયસ્ક પાત્રો જ ભજવવા મળ્યાં છે. થિયેટર ઍક્ટર્સ માટે એને ‘પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ’ રોલ કહી શકાય. એ પણ પારંપરિક જ હતું. હવે મેં નક્કી કર્યું છે કે કોઈ પણ રોલ મને મળે, એને હું એવી રીતે ભજવીશ કે એ ફિલ્મના પ્રકારને પણ ઢાંકી દે અને એક પરિપક્વ પર્ફોર્મન્સ તરીકે ઓળખાય.’

28 October, 2021 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK