Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘કમ ફૉલ ઇન લવ’માં પ્રેમ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે : શોભા નારાયણ

‘કમ ફૉલ ઇન લવ’માં પ્રેમ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે : શોભા નારાયણ

06 August, 2022 12:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં તે લીડ રોલમાં દેખાશે

શોભા નારાયણ

શોભા નારાયણ


‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના બ્રૉડવે મ્યુઝ‌િકલ ઍડપ્ટેશન ‘કમ ફૉલ ઇન લવ’ દ્વારા પ્રેમ ફેલાવવાની વાત કહી છે શોભા નારાયણે. આ શોમાં તે લીડ રોલમાં દેખાશે. તેની સાથે ઑસ્ટિન કોલ્બી પણ દેખાશે જે અમેરિકન રોજરના રોલમાં જોવા મળશે. આ બ્રૉડવે મ્યુઝ‌િકલ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પર આધારિત હોવાથી કાજોલે ભજવેલા સિમરનના રોલમાં શોભા દેખાશે. આ શોમાં ઇરવિન ઇકબાલ, રૂપલ પૂજારા, વિશાલ વૈદ્ય અને સિદ્ધાર્થ મેનન પણ જોવા મળશે. પોતાના આ શો વિશે શોભાએ કહ્યું કે ‘અલગ-અલગ લોકોને એકતાંતણે બાંધવાની સ્ટોરી ‘કમ ફૉલ ઇન લવ’માં દેખાશે. વિશ્વમાં જે પ્રકારે વિભાજનતાનું ઝેર ફેલાયેલું છે એને જોતાં અમારો આ શો અહીં બધાનો સમાવેશ છે અને પોતાની જાતની પરે પણ કંઈક છે એ વિશે શીખવાડે છે. હું જ્યારે મારા રિહર્સલ-રૂમમાં નજર દોડાવું છું તો દરેક ડિપાર્ટમેન્ટમાં ઈસ્ટથી માંડીને વેસ્ટના લોકો કામ કરી રહ્યા છે. તેઓ ભરપૂર મહેનત કરી રહ્યા છે અને વિશ્વને પ્રામાણિકતાથી કામ દેખાડવા માગે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે એક ઇન્ડિયન મ્યુઝિકલ જ્યારે બ્રૉડવેમાં જઈ રહ્યું છે એના કારણે મને, એક ઇન્ડિયન-અમેરિકન ઍક્ટર કે જે બૉલીવુડ ફિલ્મો અને મ્યુઝ‌િકલ થિયેટર જોઈને મોટી થઈ છે, વ્યક્તિગત રીતે અદ્ભુત લાગી રહ્યું છે. આ પ્રોડક્શનમાં લીડ રોલ કરવાને કારણે મારી ખુશીની કોઈ સીમા નથી રહી.’

આ શોનું મ્યુઝ‌િક વિશાલ-શેખરની જોડી કમ્પોઝ કરી રહી છે. એને લઈને વિશાલ-શેખરે કહ્યું કે ‘અમને એ વાતનો ગર્વ છે કે ભારતની સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને સૅન ડિએગોના ‘ધ ઓલ્ડ ગ્લોબ’માં મ્યુઝિકલ ‘કમ ફૉલ ઇન લવ’ માટે ઍડપ્ટ કરવામાં આવી છે. આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય ફિલ્મને બ્રૉડવે માટે ઓરિજિનલ ફિલ્મમેકર દ્વારા ઍડપ્ટ કરવામાં આવી છે. આ જ કારણ છે કે પહેલી વખત ભારતની સંસ્કૃતિ, આપણું મ્યુઝિક, આપણો ડાન્સ અને મુક્ત દિલે સ્વાગત કરવાની પરંપરાને વિશ્વ સ્તરે આવી રીતે દેખાડવામાં આવશે. એના માટે ક્રીએટર્સ અને ભારતના કલાકારો દ્વારા બ્રૉડવે મ્યુઝ‌િકલ ​થિયેટરના પીઢ કલાકારો સાથે મળીને બનાવવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2022 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK