° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


ફૅનની કૅન્સર ટ્રીટમેન્ટની જવાબદારી લીધી ચિરંજીવીએ

28 October, 2021 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ચિરંજીવી પાસેથી મળેલી મદદ બાદ વેન્કટે કહ્યું હતું કે ‘હું પોતાને તેમનો ફૅન કહીને નસીબદાર માનું છું. ચિરંજીવી સરનો હું આખી જિંદગી ઉપકાર માનું તોય ઓછું છે.’

ફૅનની કૅન્સર ટ્રીટમેન્ટની જવાબદારી લીધી ચિરંજીવીએ

ફૅનની કૅન્સર ટ્રીટમેન્ટની જવાબદારી લીધી ચિરંજીવીએ

ટોલીવુડના મેગા સ્ટાર ચિરંજીવીએ તેના એક ફૅન વેન્કટની કૅન્સરની સારવારની જવાબદારી લીધી છે. મંગળવારે ચિરંજીવીની ઑફિસમાં જઈને વેન્કટે મુલાકાત કરી હતી અને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. વેન્કટની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે સારવારનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી. ચિરંજીવીએ તેની હેલ્થની બધી માહિતી મેળવી અને તેને હૈદરાબાદની પ્રાઇવેટ હૉસ્પિટલમાં જઈને ફરીથી ચેક-અપ કરાવવાની સલાહ આપી હતી. સાથે જ પોતાની ટીમને પણ તેની હેલ્થ વિશે સમયાંતરે અપડેટ લેવા વિશે કહ્યું છે. તદુપરાંત ચિરંજીવીએ તેને બે લાખ રૂપિયા પણ આપ્યા હતા. ચિરંજીવીએ દાખવેલી ઉદારતા અને કરેલી મદદને જોતાં તેના ફૅન્સ પણ ખૂબ ખુશ થયા છે. ચિરંજીવી પાસેથી મળેલી મદદ બાદ વેન્કટે કહ્યું હતું કે ‘હું પોતાને તેમનો ફૅન કહીને નસીબદાર માનું છું. ચિરંજીવી સરનો હું આખી જિંદગી ઉપકાર માનું તોય ઓછું છે.’

28 October, 2021 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અને આજે સારા અલી ખાને આ કારણે સુશાંત સિંહ રાજપૂતને મિસ કર્યો

વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે તે આજે મન્સૂરને મિસ કરી રહી છે. ફિલ્મની સફળતાનો શ્રેય તો તેણે સુશાંતને આપ્યો જ પણ સાથે કહ્યું કે તે હંમેશા તેના માટે ખાસ રહેશે. અંતમાં સારાએ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓનો પણ આભાર માન્યો હતો.

07 December, 2021 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અતરંગી રેના મ્યૂઝિક લૉન્ચ પર ફિલ્મ સાથે સલમાનના કનેક્શન અંગે ડાયરેક્ટરનો ખુલાસો

ફિલ્મના એક દ્રશ્યમાં સારા એક ચાની લારી પાસે ઉભી છે જેનું નામ છે `સૈફ ચાયવાલા`. જોઇએ સારાના પપ્પા સૈફ અલી ખાન આ જોઇને શું પ્રતિભાવ આપશે.

07 December, 2021 03:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાને ડિનર ડેટની અફલાતુન સરપ્રાઇઝ આપી

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હમણાં જ માલદીવમાં રોમેન્ટિક રજાઓમાંથી પાછા ફર્યા છે.

07 December, 2021 02:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK