ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે
`ચંદુ ચૅમ્પિયન`નો સીન
શુક્રવારે રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ‘ચંદુ ચૅમ્પિયન’ રિયલ લાઇફ પર આધારિત છે. આ ફિલ્મના પોતાના પાત્રમાં ઢળવા માટે અને એને ન્યાય આપવા માટે કાર્તિકે સખત મહેનત કરી છે. આ ફિલ્મ પદ્મશ્રી મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં કાર્તિક સાથે વિજય રાઝ, રાજપાલ યાદવ, યશપાલ સિંહ અને શ્રેયસ તલપડે પણ જોવા મળે છે. રિલીઝના પહેલા દિવસે ફિલ્મે ૪.૭૫ કરોડનો વકરો કર્યો છે. વીક-એન્ડમાં ફિલ્મના બિઝનેસમાં વધારો થાય એવી શક્યતા છે.
કાર્તિકની ટૉપ ફાઇવ ફિલ્મોએ પહેલા દિવસે કરેલો બિઝનેસ
ફિલ્મ કલેક્શન (કરોડમાં)
ભૂલભુલૈયા 2 ૧૪.૧૧
લવ આજ કલ ૧૨
સત્યપ્રેમ કી કથા ૯.૨૫
પતી પત્ની ઔર વો ૯.૧૦
લુકાછુપી ૮.૦૧
ADVERTISEMENT
લવ રંજન ‘પ્યાર કા પંચનામા 3’ બનાવશે તો એમાં કામ કરવા માટે કાર્તિક આર્યન તૈયાર છે. કાર્તિકની પણ ઇચ્છા છે કે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ બને. એ ફિલ્મના બન્ને પાર્ટ લોકોને ખૂબ ગમ્યા હતા.

