° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


Bunty aur Babli 2 Trailer: બન્ટી ઔર બબલીનું ટ્રેલર રિલીઝ, અહીં જુઓ...

25 October, 2021 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેલરમાં કેરેક્ટર્સ અને પ્લૉટની ઝલક છે, પણ આ તેમને નવા બન્ટી (સિદ્ધાંત ચતુર્વેદી) અને બબલી(શરવરી) ચોંકાવશે. બે બન્ટી અને બે બબલીના ચક્કરમાં પોલીસ જ નહીં ઓરિજિનલ બન્ટી અને બબલી પણ ચોંકેલા જોવા મળશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

સૈફ અલી ખાન અને રાણી મુખર્જી સ્ટારર કૉમેડી ફિલ્મ બન્ટી ઔર બબલી 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં કેરેક્ટર્સ અને પ્લૉટની ઝલક છે, પણ આ તેમને નવા બન્ટી (સિદ્ધાંત ચતુર્વેદી) અને બબલી(શરવરી) ચોંકાવશે. બે બન્ટી અને બે બબલીના ચક્કરમાં પોલીસ જ નહીં ઓરિજિનલ બન્ટી અને બબલી પણ ચોંકેલા જોવા મળશે.

ઓરિજિનલ બન્ટી-બબલીને ડઘાવશે નવા બન્ટી -બબલી?
ટ્રેલર પ્રમાણે સ્ટોરી કંઇક એવી જ છે. ઓરિજિનલ બન્ટી અને બબલી બેઇમાનીનું પોતાનું કામ છોડી ચૂક્યા છે. બબલી હોમમેકર બની ગઈ છે અને બન્ટી છેલ્લા 15 વર્ષથી રેલવેમાં ટિકિટનું કામ સંભાળી રહ્યો છે. એકાએક તેમના નામે નવા બન્ટી અને બબલી બેઇમાની લોકોને લૂંટવા લાગે છે. હવે તે બન્ને નવા બન્ટી અને બબલીની પાછળ ઓરિજિનલ બન્ટી -બબલી અને પોલીસ લાગી જાય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)

નવા બન્ટી અને બબલીને પકડવા માટે ઓરિજિનલ બન્ટી અને બબલી પોતાનો જૂનો માર્ગ અપનાવે છે. હવે જોવાનું એ છે કે શું તેઓ આમાં સફળ થશે કે હવે નવા બન્ટી-બબલીનો જમાનો છે.

સિદ્ધાન્ત- શરવરી ફિલ્મમાં દેખાશે ગ્લેમરસ લૂક્સમાં
વરુણ વી શર્માના નિર્દેશન અને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફેમિલી એન્ટરટેનરના ટ્રેલરે અત્યારથી જ ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધારી દીધો છે. ફિલ્મના ડિરેક્ટર વરુણ વી. શર્મા પહેલા પણ YRF સાથે બ્લૉબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે. તેમણે સુલ્તાન અને ટાઇગર ઝિંદા હૈમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી નવા બન્ટી અને બબલી છે, જે નવી જનરેશન જેવી ફેશન સેન્સ ફૉલો કરે છે.

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ છે
ટ્રેલરમાં પંકજ ત્રિપાઠીએ પોલીસનો રોલ પ્લે કર્યું છે જેને પહેલા અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. ટ્રેલરમાં કૉમેડીનો ડૉઝ અને તેની પકડા-પકડીની રમત રસપ્રદ છે. ફિલ્મ 19 નવેમ્બરના રિલીઝ થઈ રહી છે.

25 October, 2021 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અને આજે સારા અલી ખાને આ કારણે સુશાંત સિંહ રાજપૂતને મિસ કર્યો

વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે તે આજે મન્સૂરને મિસ કરી રહી છે. ફિલ્મની સફળતાનો શ્રેય તો તેણે સુશાંતને આપ્યો જ પણ સાથે કહ્યું કે તે હંમેશા તેના માટે ખાસ રહેશે. અંતમાં સારાએ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓનો પણ આભાર માન્યો હતો.

07 December, 2021 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અતરંગી રેના મ્યૂઝિક લૉન્ચ પર ફિલ્મ સાથે સલમાનના કનેક્શન અંગે ડાયરેક્ટરનો ખુલાસો

ફિલ્મના એક દ્રશ્યમાં સારા એક ચાની લારી પાસે ઉભી છે જેનું નામ છે `સૈફ ચાયવાલા`. જોઇએ સારાના પપ્પા સૈફ અલી ખાન આ જોઇને શું પ્રતિભાવ આપશે.

07 December, 2021 03:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાને ડિનર ડેટની અફલાતુન સરપ્રાઇઝ આપી

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હમણાં જ માલદીવમાં રોમેન્ટિક રજાઓમાંથી પાછા ફર્યા છે.

07 December, 2021 02:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK