° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


દર્શકોનું થયું ‘બંટી ઔર બબલી’

21 November, 2021 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક પાત્રને ખૂબ જ કમજોર રીતે લખવામાં આવ્યું છે અને મ્યુઝિકમાં પણ એટલો દમ નથી : સોળ વર્ષ બાદ સીક્વલ આવી હોવા છતાં ઠગવાની ફૉર્મ્યુલા એની એ જ છે

દર્શકોનું થયું ‘બંટી ઔર બબલી’

દર્શકોનું થયું ‘બંટી ઔર બબલી’

બંટી ઔર બબલી 2
કાસ્ટ : સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ
ડિરેક્ટર : વ​રુણ વી. શર્મા

સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘની ‘બંટી ઔર બબલી 2’ શુક્રવારે રિલીઝ થઈ છે. ૨૦૦૫માં આવેલી અભિષેક બચ્ચન અને રાનીની ‘બંટી ઔર બબલી’ની આ સીક્વલ છે. આ ફિલ્મમાં અભિષેકની જગ્યાએ સૈફે કામ કર્યું છે. પહેલી ફિલ્મનાં સોળ વર્ષ બાદ એની સીક્વલ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં એક બંટી ઔર બબલી નહીં, પરંતુ બે બંટી ઔર બબલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સોનિયા એટલે કે શર્વરી અને કુણાલ એટલે કે સિદ્ધાંત લોકોને ઠગવાનું શરૂ કરે છે અને તેઓ ‘બંટી ઔર બબલી’ નામનો ઉપયોગ કરે છે. આ નામનો તેઓ એટલા માટે ઉપયોગ કરે છે, કારણ કે આ જોડી આજ સુધી પકડાઈ નથી હોતી. જોકે એવામાં ઇન્સ્પેક્ટર જટાયુ એટલે કે પંકજ ​ત્રિપાઠી ઓરિજિનલ બંટી અને બબલીને પકડે છે. ત્યાર બાદ તેમને ખબર પડે છે કે માર્કેટમાં તો નવી જોડી આવી છે. આથી બ્રૅન્ડનું નામ બચાવવા માટે ઓરિજિનલ જોડી મેદાનમાં ઊતરે છે અને નવી જોડીને પકડવાની કોશિશ કરે છે.
વ​રુણ વી. શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં અને લખવામાં આવેલી સ્ટોરી ખૂબ જ કંગાળ છે. ફિલ્મની શરૂઆતમાં કૅરૅક્ટરને બિલ્ડ કરવાની સાથે જ તેમને કનેક્ટ કર્યા બાદ સ્ટોરી કોઈ ટર્ન નથી લેતી. ફિલ્મ શરૂ થયાના અડધો કલાક બાદ એવું લાગે છે કે હવે સ્ટોરીમાં કોઈ બદલાવ આવશે, પરંતુ ત્યાં જ ફરી એની એ જ રામાયણ જોવા મળે છે. ફિલ્મમાં ઓરિજિ​નલ બંટી અને બબલી વારંવાર કહેતાં જોવા મળે છે કે તેઓ હવે તેમનું ઓરિજિનિલ રૂપ દેખાડશે. જોકે તેમની વારંવાર એન્ટ્રી કરવાનો પ્લાન હોય અને સ્ટોરી આગળ ‍વધારવાની ન હોય એવું જ લાગી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ ​ગોવા, દિલ્હી, બનારસ અને અબુ ધાબીમાં કર્યું છે. જોકે લોકેશનને કારણે પણ ફિલ્મમાં કોઈ ઉમેરો નથી થતો. વરુણભાઈસા’બે સ્ટોરીના દરેક પાત્રને ખૂબ જ કમજોર લખ્યું છે. તેના ડિરેક્શનને કારણે પણ ફિલ્મમાં કોઈ ચાર્મ નથી આવતો અને એનું સૌથી મોટું કારણ કમજોર સ્ક્રિપ્ટ છે.
ટેકસૅવી કહેવામાં આવી રહેલી સોનિયા એટલે કે શર્વરીને પણ એટલી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતી દેખાડવામાં નથી આવી. ડિજિટલી ફૉર્વર્ડ કહેવામાં આવી રહેલો કુણાલ એટલે કે સિદ્ધાંત ફોન સિવાય કોઈ પણ ગૅજેટ્સનો ઉપયોગ કરતો જોવા નથી મળતો. ૨૦૨૧માં લોકોને ઠગવા માટે ઢગલાબંધ રીત છે, પરંતુ એમ છતાં ૨૦૦૫માં જે રીતે રાની અને અભિષેક ઠગતાં હતાં એ જ રીતે આ ફિલ્મમાં પણ દેખાડવામાં આવ્યું છે. આજે ઑનલાઇન ઘણી છેતરપિંડીઓ થતી રહે છે, પરંતુ એ વિશે અહીં કોઈ જ વાત કરવામાં નથી આવી.
રાની મુખરજી તેના લાઉડ અવાજને કારણે જાણીતી છે, પરંતુ અહીં દૃશ્ય સાથે તેની ઍક્ટિંગ મૅચ થાય એવું નહોતું. તેમ જ સૈફ અલી ખાન પણ આ કામમાંથી રિટાયર થઈ ગયો હોય છે અને તેને હવે તકલીફ પડી રહી હોય છે એવું દેખાડવામાં તે તેના પાત્રને એટલો ન્યાય નથી આપી શક્યો. જોકે દિલ્હીથી અબુ ધાબી જવાની સાથે જ તેના પેટની ચરબી કેવી રીતે ઊતરી જાય છે એ એક સવાલ છે. રાની અને સૈફની સાથે સિદ્ધાર્થ અને શર્વરીના પાત્રને પણ સારી રીતે લખવામાં નથી આવ્યાં. તેમનાં કમજોર પાત્રોને કારણે સિદ્ધાંત અને શર્વરી બન્ને તેમની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યાં છે. સૌથી ખરાબ પાત્ર આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હોય તો એ પંકજ ​ત્રિપાઠીનું છે. ઘણા લાંબા સમય બાદ એવું જોવા મળ્યું હશે કે પંકજ ​ત્રિપાઠીનું કામ કોઈને ગમ્યું ન હોય અથવા તો તેમને વેડફી કાઢવામાં આવ્યા હોય.
​‘બંટી ઔર બબલી 2’નું મ્યુઝિક પણ એટલું જ નબળું છે. પહેલી ફિલ્મનું ટાઇટલ સૉન્ગ હોય કે પછી ‘કજરા રે’, આજે પણ એટલું જ ફેમસ છે. લોકોને સાંભળવાની આજે પણ મજા આવે છે. જોકે આ ફિલ્મમાં એવાં કોઈ ગીત નથી જે દર્શકને યાદ રહી જાય.
‘બંટી ઔર બબલી 2’માં ઠગવાની વાત કરવામાં આવી છે અને એક રીતે જોવા જઈએ તો તેમણે દર્શકો સાથે પણ એવું જ કર્યું છે. ફિલ્મના નામને કારણે દર્શકો થિયેટર સુધી ખેંચાઈ આવે છે, પરંતુ તેમને પણ ઠગાઈ ગયા હોવાનો અહેસાસ થાય તો નવાઈ નહીં. ફિલ્મમાં જેને ઠગવામાં આવે છે એનું ‘બંટી ઔર બબલી’ થયું એમ કહેવામાં આવે છે અને અહીં દર્શકોનું પણ એમ જ થયું છે.

21 November, 2021 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK