Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Pooja Bhattનો ખુલાસો સંજય દત્તને પહેલીવાર Kiss કરવા પર મળી આ સલાહ

Pooja Bhattનો ખુલાસો સંજય દત્તને પહેલીવાર Kiss કરવા પર મળી આ સલાહ

07 March, 2021 04:57 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Pooja Bhattનો ખુલાસો સંજય દત્તને પહેલીવાર Kiss કરવા પર મળી આ સલાહ

(ફાઇલ ફોટો) પૂજા ભટ્ટ પિતા મહેશ ભટ્ટ સાથે

(ફાઇલ ફોટો) પૂજા ભટ્ટ પિતા મહેશ ભટ્ટ સાથે


જાણીતા ફિલ્મકાર અને અભિનેત્રી પૂજા ભટ્ટ એકવાર ફરીથી અભિનય જગતમાં કમબૅક કરી રહી છે. તે ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સની વેબસીરિઝ બૉમ્બે બેગમ્સમાં દેખાવાની છે. પોતાની આ સીરિઝનું પૂજા ભટ્ટ પ્રમોશન પણ કરી રહી છે. બૉમ્બે બેગમ્સના પ્રમોશન દરમિયાન તેણે ફિલ્મમાં પોતાના પહેલા કિસિંગ સીનને લઈને મોટો ખુલાસો કર્યો છે.

પૂજા ભટ્ટે તાજેતરમાં જ અંગ્રેજી વેબસાઇટ બૉલીવુડ હંગામાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં તેણે વેબ સીરિઝ બૉમ્બે બેગમ્સ સિવાય મહિલાઓને મુદ્દે પણ અનેક વાતો કરી. આ દરમિયાન પૂજા ભટ્ટે જણાવ્યું કે જ્યારે તેણે ફિલ્મમાં પોતાનો પહેલો કિસિંગ સીન કર્યો હતો ત્યારે તેના પિતા નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટે શું સલાહ આપી હતી. પૂજા ભટ્ટે પહેલી વાર અભિનેતા સંજય દત્ત સાથે ફિલ્મ સડકમાં કિસિંગ સીન ફિલ્માવ્યો હતો.



આ કિસિંગ સીનને ફિલ્માવતી વખતે પૂજા ભટ્ટ ખૂબ જ પરેશાન હતી ત્યારે મહેશ ભટ્ટે તેને એવી સલાહ આપી હતી જેને તતે હંમેશાં યાદ રાખે છે. પૂજા ભટ્ટે કહ્યું, "માસૂમિયતનો દ્રષ્ટિકોણ હોવો જોઇએ. આ પહેલો સબક હું કેટલાય વર્ષો પહેલા ફિલ્મ સડકના સેટ પર શીખી હતી, જ્યારે મેં પોતાના આઇકન સંજય દત્તને કિસ કરી હતી. હું 17-18 વર્ષની હતી અને મેં તે વ્યક્તિને કિસ કરી જે વ્યક્તિનું પોસ્ટર હું મારા રૂમમાં રાખતી હતી."


પૂજા ભટ્ટે આગળ કહ્યું, "મને યાદ છે કે આ ફિલ્મમાં કિસિંગ સીન પહેલા મારા પિતા મને સાઇડમાં લઈ ગયા અને મને કંઇક એવું જણાવ્યું જે હું આજીવન યાદ રાખું છું. તેમણે કહ્યું હતું કે જો કિસિંગ સીન કરતી વખતે તમે અશ્લીલ અનુભવો છો તે અશ્લીલ લાગશે. કિસિંગ કે લન સીનને માસૂમિયત, અનુગ્રહ અને ગરિમા સાથે કરવું જોઇએ, કારણકે સીનનું કોમ્યુનિકેટ થવું જરૂરી છે." પૂજા ભટ્ટના આ ખુલાસાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

પૂજા ભટ્ટની વેબસીરિઝ બૉમ્બે બેગમ્સની વાત કરીએ તો આ વેબસીરિઝથી તે લગભગ 10 વર્ષ પછી અભિનયજગતમાં કમબૅક કરી રહી છે. આ સીરિઝને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 8 માર્ચના રીલિઝ કરી દેવામાં આવશે. વેબ સીરિઝ બૉમ્બે બેગમ્સમાં પૂજા ભટ્ટ સાથે અમૃતા સુભાષ, શહાના ગોસ્વામી, પ્લાબિતા બોરઠાકુર અને આધ્યા આનંદ સહિત અનેક કલાકાર મુખ્ય ભૂમિકામાં દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 04:57 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK