° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


Watch Video: ફોટો પાડવા ફેન્સે કરીનાને ઘેરી, એકે ખભ્ભા પર હાથ મુક્યો તો....

05 October, 2022 08:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફોટો પડાવવા માટે અભિનેત્રીની ખૂબ નજીક આવ્યો હતો. પોતાની આટલી નજીક વ્યક્તિને જોઈને બેબો પણ ડરી ગઈ હતી.

કરીના કપૂર Video

કરીના કપૂર

ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેમને તેમના મનપસંદ સ્ટારને મળવાનો મોકો મળે છે, તો ક્યારેક તેઓ ઉત્સાહમાં પોતાનો હોંશ ગુમાવી બેસે છે. આવી જ ઘટના ફરી એકવાર બની છે. હાલમાં જ કરીના કપૂર (Kareena Kapoor)ને જોઈને એક ફેને કંઈક આવું જ કર્યું, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં, કરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફોટો પડાવવા માટે અભિનેત્રીની ખૂબ નજીક આવ્યો હતો. પોતાની આટલી નજીક વ્યક્તિને જોઈને બેબો પણ ડરી ગઈ હતી.

આ વીડિયો વિરલ ભાયાણીના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી એરપોર્ટ પર છે અને ચાહકોએ તેને ઘેરી લીધી છે. આ દરમિયાન એક વ્યક્તિ કરીનાના ખભા પર હાથ રાખવાનો પ્રયાસ કરે છે. તે કરીનાના ખભા પર હાથ મૂકીને તેની સાથે તસવીર લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ કરીનાના ગાર્ડ્સે તે વ્યક્તિનો હાથ પકડીને તેને ખસેડ્યો હતો. આ પછી પણ તે વ્યક્તિ વારંવાર અભિનેત્રી સાથે ફોટો પડાવવા માટે બેતાબ લાગે છે. જ્યારે ફેન કરીનાની નજીક આવવાનો પ્રયાસ કરે છે અને તેના ખભા પર હાથ મૂકે છે, તો કરીના પણ ડરી જાય છે. તેના ચહેરાના હાવભાવ જોઈને કહી શકાય કે બેબો પણ ફેન્સની આ હરકતથી અસહજ હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો સામે આવ્યા બાદ તેના પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, `બેબો ડરી ગઈ હતી`. તો બીજાએ લખ્યું છે, `દોસ્ત તે પબ્લિક પ્રોપર્ટી નથી`. તે જ સમયે અન્ય યુઝર્સે લખ્યું, `એક મર્યાદા છે. કેટલાક લોકો સાવ અજાણ હોય છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જો કરીનાની જગ્યાએ કોઈ પુરૂષ અભિનેતા હોત તો તેની આટલી હિંમત ન હોત.

05 October, 2022 08:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘બ્લર’માં આંખો દ્વારા હાવભાવ વ્યક્ત કરશે તાપસી

ફિલ્મનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી,

01 December, 2022 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ચન્દ્રમુખી’ બનશે કંગના?

૨૦૦૫માં આવેલી રજનીકાન્તની ‘ચન્દ્રમુખી’ ખૂબ હિટ હતી

01 December, 2022 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘છોરી 2’માં સોહા અલી ખાનની એન્ટ્રી

આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની માહિતી નુસરતે આપી હતી.

01 December, 2022 03:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK