° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


બોલ બચ્ચનની રિલીઝના 8 વર્ષ: અજયથી થઈ આ ભુલ, પ્રાચી દેસાઈએ અપાવ્યું યાદ

07 July, 2020 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલ બચ્ચનની રિલીઝના 8 વર્ષ: અજયથી થઈ આ ભુલ, પ્રાચી દેસાઈએ અપાવ્યું યાદ

અજય દેવગન, પ્રાચી દેસાઈ

અજય દેવગન, પ્રાચી દેસાઈ

છ જૂલાઈના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ 'બોલ બચ્ચનની રિલીઝ'ને આઠ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગને ટ્વીટર પર એક પોસ્ટ શૅર કરી. પરંતુ અભિનેતાના ટ્વીટમાં ભુલ રહી જતા ફિલ્મની અભિનેત્રી પ્રાચી દેસાઈએ તેને ઠપકો આપ્યો હતો.

ફિલ્મ રિલીઝને આઠ વર્ષ પૂર્ણ થતા અજય દેવગને ફિલ્મના બિહાઈન્ડ ધ સીનના ફૉટોઝ ટ્વીટર પર શૅર કર્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે. સાથે જ અજયે કૅપ્શનમાં લખ્યું છે કે, જ્યારે બચ્ચન બોલે છે ત્યારે હું માત્ર સાંભળું છું. (ખાસ કરીને અમિત જી) બોલ બચ્ચનને 8 વર્ષ પૂરા થયા. આ પોસ્ટમાં તેણે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રોહિત શેટ્ટીને ટૅગ કર્યા હતા.

આ ફિલ્મમાં અજય દેવગનની સાથે કામ કરનાર અભિનેત્રી પ્રાચી દેસાઈને આ પોસ્ટ ગમી નહીં અને ફિલ્મના અન્ય કલાકારોને યાદ ન કરવા બદલ પ્રાચીએ અજયને ઠપકો પણ આપ્યો હતો. અઝય દેવગનના આ પોસ્ટ પર રિએક્ટ કરતા પ્રાચી દેસાઈએ લખ્યું હતું કે, અજય દેવગન મને લાગે છે કે તમે બાકી એક્ટર્સ જેવા કે અસીન, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરણ સિંહ, અસરાની, નીરજ વોરા, જીતુ વર્મા વગેરેને મેન્શન કરવા ભૂલી ગયા છો. તમારા સિવાય બાકી બધાનું પણ ફિલ્મને સફળ બનાવવામાં યોગદાન હતું.

પ્રાચી દેસાઈના આ ટ્વીટ બાદ અજય દેવગનને હકીકતતી વાકેફ કરાવવા બદલ પ્રાચીના ટ્વિટર યુઝર્સે વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે, 'એકદમ સરસ પ્રાચી, લાગે છે કે અજય દેવગણ ભૂલી ગયા છે કે બિગ બી ફિલ્મમાં માત્ર સોન્ગ માટે હતા. બાકી લોકોનું યોગદાન ભૂલી જવું ખોટું છે.' અન્ય યુઝરે લખ્યું હતું કે, 'એકદમ સાચું, બધા એક્ટર્સનો સમાન રીતે ઉલ્લેખ થવો જોઈએ.'

બોલ બચ્ચન 2012માં રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી.

07 July, 2020 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

ફિલ્મમેકર્સની સમોસા પાર્ટી, હનીમૂન એન્જૉય કરી રહી છે એવલિન શર્મા અને વધુ સમાચાર

18 June, 2021 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્કૂલ બિલ્ડિંગ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું અક્ષયકુમારે

કાશ્મીરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અક્ષયકુમારે

18 June, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીના કપૂર ખાનનો વિરોધ કર્યો બજરંગ દળે

અભિનેત્રીને એક ફિલ્મ માટે સીતાનું પાત્ર ઑફર કરવામાં આવ્યું હોવાની વાતને લઈને એ ફિલ્મ વિશે બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે

18 June, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK