Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday: આ ફિલ્મો માટે પહેલી પસંદ હતો આ અભિનેતા, રિજેક્ટ ન કરી હોત તો...

Happy Birthday: આ ફિલ્મો માટે પહેલી પસંદ હતો આ અભિનેતા, રિજેક્ટ ન કરી હોત તો...

27 January, 2022 12:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉબીએ પોતાના કરિઅરમાં અનેક સુપરહિટ ફિલ્મોના ઑફર રિજેક્ટ કર્યા. બૉબીએ જો તે ઑફર રિજેક્ટ ન કર્યા હોત તો કદાચ તે આજે મોટો સુપરસ્ટાર હોત. કરિઅરમાં તેણે જે ડાઉનફૉલ જોયો છે, તે જોવાનો વારો ન આવ્યો હોત. એ ફિલ્મો જેનો બૉબીએ કર્યો અસ્વીકાર.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


હેન્ડસમ હન્ક બૉબી દેઓલ 27 જાન્યુઆરીના પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. દેઓલ બ્રદર્સમાં સૌથી નાના બૉબી પોતાના ભાઈ સની અને પિતા ધર્મેન્દ્ર જેવી નામના મેળવી શક્યા નથી. કરિઅરની શરૂઆતમાં ચમકેલા બૉબી દેઓલને જોઈને બધાને એવું લાગ્યું કે તે ખૂબ જ ધમાલ મચાવશે. પણ વચ્ચે બૅક ટુ બૅક ફ્લૉપ ફિલ્મો આપ્યા પછી તેની ગતિ ધીમી પડી. પછી ધીમે ધીમે તે હિટ હીરોઝની કેટેગરીમાંથી નીકળીને ફ્લૉપ હીરો બન્યો. એક સમય એવો આવ્યો જ્યારે તે ફિલ્મમાંથી બહાર થઈ ગયો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)




બૉબી દેઓલના ડૂબતા કરિઅરને એકવાર પાટા પર લાવ્યો સલમાન ખાન. બૉબીને સલમાન ખાને રેસ 3માં રોલ અપાવ્યો. હવે જ્યારે કોઈના ઉપર સલમાન ખાનનો હાથ હોય તો પછી તેનું કરિઅર કેમ પાછળ રહી જાય. રેસ 3ની ભલે ધોલાઇ થઈ હોય પણ બૉબીના કરિઅરને નવી ઉંચાઈ મળી. બૉબી પાસે ફિલ્મો, વેબ સીરિઝની લાઈન લાગી. હવે તેની પાસે કામની અછત નહોતી. પણ શું તમે જાણો છો કે બૉબીના કરિઅરનો આવો હાલ ન થયો હોત, પણ તે સુપરસ્ટાર બની શક્યો હોત. જો તેણે આવી કેટલીક ભૂલ ન કરી હોત.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)


બૉબીએ પોતાના કરિઅરમાં અનેક સુપરહિટ ફિલ્મોના ઑફર રિજેક્ટ કર્યા. બૉબીએ જો તે ઑફર રિજેક્ટ ન કર્યા હોત તો કદાચ તે આજે મોટો સુપરસ્ટાર હોત. કરિઅરમાં તેણે જે ડાઉનફૉલ જોયો છે, તે જોવાનો વારો ન આવ્યો હોત. એ ફિલ્મો જેનો બૉબીએ કર્યો અસ્વીકાર.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

જબ વી મેટ
આઇકૉનિક ફિલ્મ જબ વી મેટને બૉબી દેઓલે જબ વી મેટનો અસ્વીકાર કર્યો હતો. આ વાત સાંભળીને તમે ચોંકી શકો છે. આ ફિલ્મ માટે પહેલા બૉબી દેઓલ અને આયશા ટાકિયાને સાઇન કરવામાં આવ્યા હતા. પછી બન્નેએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. પછી શાહિદ અને કરીના કપૂરે આ રોલ પ્લે કર્યા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

યુવા
ફિલ્મ યુવામાં અજય દેવગનના રોલમાં મેકર્સની પહેલી પસંદ બૉબી દેઓલ હતો. બૉબીએ 3 હીરોઝ હોવાને કારણે ફિલ્મનો ભાગ બનાવમાં રસ નહોતો બતાવ્યો. પછી આ રોલ અજયને ગયો. ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

કરણ અર્જુન
આઇકૉનિક ફિલ્મ કરણ અર્જુનના રોલમાં તમે સલમાન ખાન અને શાહરુખ ખાન સિવાય અન્ય કોઈને જોવા નહીં માગો. પણ પહેલા ફિલ્મના પ્રૉડ્યૂસરનો રાકેશ રોશન રિયલ લાઇફ બ્રદર્સ સની અને બૉબીને લઈને બનાવવાનો વિચાર હતો. પણ સનીએ કામ કરવાની ના પાડી દીધી. તે ઇચ્છતો હતો કે બૉબી પોતાની ડેબ્યૂ ફિલ્મ બરસાત પર ફોકસ કરે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

યે જવાની હૈ દીવાની
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની આ ફિલ્મમાં કુણાલ રૉય કપૂરનો રોલ પહેલા બૉબીને ઑફર કરવામાં આવ્યો હતો. પણ યમલા પગલા દીવાા 2ને લઈને પોતાના બિઝી શેડ્યૂલને કારણે બૉબીએ રણબીરની ફિલ્મ કરવાની ના પાડી દીધી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

36 ચાઈના ટાઉન
ડિરેક્ટર અબ્બાસ મસ્તાને બૉબી દેઓલ, અક્ષય ખન્ના, તુષાર કપૂરને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. પણ બૉબીની સાથે કાસ્ટિંગ પર વાત ન બની. ત્યાર બાદ લીડ રોલમાં શાહિદ કપૂરને લેવામાં આવ્યો.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK