Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘બૉબ બિસ્વાસ’ મારી કૂલેસ્ટ ફિલ્મ છે : અભિષેક બચ્ચન

‘બૉબ બિસ્વાસ’ મારી કૂલેસ્ટ ફિલ્મ છે : અભિષેક બચ્ચન

20 November, 2021 10:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બૉબના જીવનમાં ઊંડા ઊતરવા અને એની દુનિયામાં લીન થવાને મેં ખૂબ એન્જૉય કર્યું હતું. આ મારી સૌથી કૂલેસ્ટ ફિલ્મ છે અને આશા છે કે લોકો ફિલ્મના ટ્રેલર અને ફિલ્મને એન્જૉય કરશે.’

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચન તેની આગામી ‘બૉબ બિસ્વાસ’ને અત્યાર સુધીની સૌથી કૂલેસ્ટ ફિલ્મ માને છે. આ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું. અભિષેક કૉન્ટ્રૅક્ટ કિલર બન્યો છે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે તે લાંબા સમય બાદ કોમામાંથી બહાર આવે છે અને પોતાના પરિવાર કે ભૂતકાળ વિશે કંઈ યાદ નથી કરી શકતો. તે પોતાના અસ્તિત્વને યાદ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ભૂતકાળની કેટલીક ઘટનાઓ જીવંત થાય છે. પોતાના કૅરૅક્ટર વિશે અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘બૉબના જીવનમાં ઊંડા ઊતરવા અને એની દુનિયામાં લીન થવાને મેં ખૂબ એન્જૉય કર્યું હતું. આ મારી સૌથી કૂલેસ્ટ ફિલ્મ છે અને આશા છે કે લોકો ફિલ્મના ટ્રેલર અને ફિલ્મને એન્જૉય કરશે.’
બૉબ બિસ્વાસનું પાત્ર ૨૦૧૨માં આવેલી વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની’માંથી લેવામાં આવ્યું છે. એ ફિલ્મમાં બૉબ એક ઇન્શ્યૉરન્સ એજન્ટ હોવાની સાથે એક સિરિયલ કિલર પણ હોય છે. આ ફિલ્મ ૩ ડિસેમ્બરે ZEE5  પર રિલીઝ થવાની છે. ફિલ્મને દિયા અન્નપૂર્ણા ઘોષે ડિરેક્ટ કરી છે. ગૌરી ખાન, સુજૉય ઘોષ અને ગૌરવ વર્માએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ લીડ રોલમાં જોવા મળવાની છે. ફિલ્મ વિશે ચિત્રાંગદાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘બૉબ બિસ્વાસ’ એક અનોખી ફિલ્મ છે. એમાં કામ કરવાનો મને ગર્વ થાય છે. આ એક દિલચસ્પ પાત્ર અને એની આસપાસના લોકોની આકર્ષક સ્ટોરી છે. ફિલ્મમાં રહસ્ય, મસ્તી અને હલચલ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2021 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK