° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


જન્મદિવસે પેરન્ટ્સ જૉનને રોકડા રૂપિયા ગિફ્ટ આપે છે

17 December, 2012 05:09 AM IST |

જન્મદિવસે પેરન્ટ્સ જૉનને રોકડા રૂપિયા ગિફ્ટ આપે છે

જન્મદિવસે પેરન્ટ્સ જૉનને રોકડા રૂપિયા ગિફ્ટ આપે છે

લાગે છે કે તેનું આ નવું વરસ ખૂબ સારું જવાનું છે. જન્મદિવસની ઉજવણી માટે તેના પેરન્ટ્સ પણ કેરળ પહોંચી ગયા છે. જૉનને બર્થ-ડેના દિવસે શોરશરાબો કરીને પાટA મનાવવાનું નથી ગમતું. તે કહે છે, ‘મને શાંતિથી જન્મદિવસ ઊજવવાનું ગમે છે. કેક પરની મીણબત્તીઓ બુઝાવીને બર્થ-ડે સૉન્ગ સાંભળવાનું મને થોડુંક ક્ષોભજનક લાગે છે. મારા પેરન્ટ્સને પણ આવુંબધું નથી ગમતું.’

દર જન્મદિવસે પેરન્ટ્સ જૉનને એક સીલ કરેલું કૅશ રૂપિયાનું કવર ગિફ્ટ આપે છે. એમાં કેટલા રૂપિયા હોય છે એ કહેવાનું ટાળતાં જૉન કહે છે કે દર વર્ષે તેમના તરફથી મળતી કૅશ-ગિફ્ટની રકમ વધતી રહે છે.

આવતા વર્ષ દરમ્યાન જૉનની એક ઍક્શન હીરોની ઇમેજ ઊભરી આવે એવું લાગે છે. સંજય ગુપ્તાની ફિલ્મ ‘માન્યા સુર્વે’માં જૉનનો ગૅન્ગસ્ટરનો રોલ ચર્ચામાં છે. આવતા વર્ષે જૉનની બૅક-ટુ-બૅક ત્રણ ફિલ્મો છે અને એ બધી ઍક્શન ફિલ્મો છે. જૉન કહે છે, ‘મારો સુર્વેનો રોલ સૌને ચોંકાવી દેનારો છે. એની તમામ ક્રેડિટ સંજય ગુપ્તા અને એકતા કપૂરને જાય છે.’

17 December, 2012 05:09 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

News in Short: કાર્તિક શું લઈને આવી રહ્યો છે? તો ‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ લેશે અજય?

આ ફોટોમાં તેના વાળ લાંબા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘આ રહા હૈ કુછ અલગ સા. અંદાજા લગાઓ.’

20 June, 2021 11:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે ‘મૂડ્સ ઍન્ડ મેલડીઝ’ની જાહેરાત કરશે હિમેશ રેશમિયા

"૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે હું મારા ગીતની રિલીઝની તારીખની જાહેરાત કરીશ."

20 June, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ક્રીએટિવ લોકોનું કોઈ ફેવરિટ માધ્યમ નથી હોતું : મનોજ બાજપાઈ

ક્રીએટિવ લોકો માટે કોઈ મીડિયમ ફેવરિટ ન હોવું જોઈએ; કારણ કે તમારે માધ્યમ કોઈ પણ હોય, માત્ર કામ પર ધ્યાન આપવું જોઈએ.

20 June, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK