‘ફુકરે’ના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા કરશે ડિરેક્ટ
મૃગદીપ સિંહ લાંબા સાથે કપિલ શર્મા
‘ફનકાર’માં કપિલ શર્માની લાઇફની ઝલક જોવા મળશે. આ ફિલ્મને ‘ફુકરે’ના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા ડિરેક્ટ કરશે. પોતાની કૉમેડીથી કપિલ ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો છે. આ ફિલ્મને મહાવીર જૈન પ્રોડ્યુસ કરશે અને લાઇકા પ્રોડક્શન્સ એને પ્રેઝન્ટ કરશે. કપિલનો રોલ કોણ ભજવશે એ વિશે હજી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. આ ફિલ્મમાં કપિલની લાઇફના દરેક પાસા પર પ્રકાશ પાડવામાં આવશે.