° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

06 March, 2021 04:57 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...

Bigg Boss 14ના ઘરમાંથી બહાર આવ્યા પછી રાખી સાવંતને જબરજસ્ત ફેમ મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર રાખી સાવંતના ચાહકોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણે રાખી સાવંત કોઇકને કોઇક કારણસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને રાખી સાવંતની હરકતો ખૂબ જ પસંદ આવી રહી છે. હવે રાખી સાવંતે કહ્યું હતું કે જાવેદ અખ્તર તેની બાયોપિક બનાવવા માગે છે. જાણો આ વાતમાં કેટલી હકીકત છે અને કેમ આવું બન્યું?

તાજેતરમાં જ રાખી સાવંતે દાવો કર્યો હતો કે જાવેદ અખ્તર તેના જીવન પર બાયોપિક બનાવવાના છે. આ નિવેદન આપીને રાખી સાવંતે બધાંને ચોંકાવી દીધા બતા. રાખી સાવંતની બાયોપિકના સમાચાર સાંભળીને ડ્રામા ક્વીનના ચાહકો ખુશ જોવા મળ્યા તો કેટલાક લોકો એવા પણ હતા જે રાખી સાવંતને ખોટી કહી રહ્યા હતા. આ દરમિયાન હવે જાવેદ અખ્તરે પોતે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

જાવેદ અખ્તરે આ વાતનો ખુલાસો કહ્યો છે કે રાખી સાવંતના દાવામાં કેટલી હકીકત છે. એન્ટરટેઇન્મેન્ટ વેબ પોર્ટલ સ્પૉટબૉય સાથે વાત કરતા જાવેદ અખ્તરે જણાવ્યું કે, હા આ સમાચાર સાચા છે. તેમણે રાખી સાવંતને તેની બાયોપિક બનાવવા વિશે વાત કરી હતી. 5 વર્ષ પહેલા જાવેદ અખ્તર અને રાખી સાવંત એક જ ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન રાખી સાવંતે પોતાના બાળપણ વિશે જાવેદ અખ્તરને જણાવ્યું. રાખી સાવંતની વાતો સાંભળી જાવેદ અખ્તર અચંબિત હતા. તેમણે રાખી સાવંતને વાયદો કર્યો કે તેઓ રાખીના જીવન પર સ્ક્રિપ્ટ લખી શકે છે. રાખી સાવંતની બાયોપિક લખવામાં તેમને ઘણો આનંદ આવશે. જાવેદ અખ્તરના આ નિવેદનતી સ્પષ્ટ થઈ ગયું કે તે રાખી સાવંતની બાયોપિકમાં રસ ધરાવે છે. હવે આ વાત જાવેદ અખ્તર પણ જામે છે કે રાખી સાવંત ઇન્ડસ્ટ્રીનું કેટલું મોટું નામ છે. રાખી સાવંત મોટાભાગે કોઇક ને કોઇક કૉન્ટ્રૉવર્સીમાં ઘેરાયેલી રહે છે. બિગ બૉસ 14ના ઘરમાં પણ રાખી સાવંતે ઘણો વિવાદ ખડો કર્યો હતો.

06 March, 2021 04:57 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આયુષ્માન સાથે ‘ડૉક્ટર G’માં દેખાશે શેફાલી શાહ

પહેલી વખત આ ત્રણેય એકસાથે ફિલ્મમાં દેખાશે. અનુરાગ કશ્યપની બહેન અનુભૂતિ કશ્યપ આ ફિલ્મને ડિરેક્ટ કરશે.

10 April, 2021 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કોવિડ નેગેટિવ આવ્યા બાદ પાંચ કિલોમીટરની દોડ લગાવી મિલિંદ સોમણે

હેલ્થનો અર્થ એ નથી કે તમે બીમારીથી મુક્ત છો અને ફિટનેસનો અર્થ એ નથી કે તમારી પાસે સિક્સ-પૅક ઍબ્સ અને બાઇસેપ્સ હોય. તમારું દિમાગ શાંત રાખો અને શરીરને હંમેશાં સક્રિય રાખો.

10 April, 2021 03:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

બ્રિટીશ ઍકૅડેમી ફિલ્મ અવૉર્ડ્સને પ્રેઝન્ટ કરશે પ્રિયંકા

પોતાને મળેલી આ તકનો આભાર માનતાં ઇન્સ્ટાસ્ટોરી પર પોતાનો ફોટો શૅર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે ‘આ રવિવારે EE BAFTAને પ્રેઝન્ટ કરવાને લઈને ખૂબ જ સન્માનનીય અને ઉત્સાહિત છું

10 April, 2021 09:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK