Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ લેડી કિલર’ બનશે ભૂમિ

‘ધ લેડી કિલર’ બનશે ભૂમિ

13 January, 2022 07:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક કલાકાર તરીકે મને આ રોલ મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢશે અને મને કેટલીક યાદો પણ આપશે. અર્જુન, મારા ડિરેક્ટર અજય બહલ, પ્રોડ્યુસર્સ ભૂષણ સર અને શૈલેશ સર સાથે કામ કરવા માટે હું આતુર છું.’

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકર ‘ધ લેડી કિલર’માં જોવા મળવાની છે. આ સસ્પેન્સ ડ્રામામાં તેની સાથે અર્જુન કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને ૨૦૧૨માં આવેલી ‘B. A. પાસ’ના ડિરેક્ટર અજય બહલ ડિરેક્ટ કરશે અને ટી-સિરીઝ અને શૈલેશ આર. સિંહ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઈને ભૂમિ પેડણેકરે કહ્યું કે ‘મારી પાસે જ્યારે કંઈક નવું અને ચૅલેન્જિંગ આવે તો હું એક્સાઇટેડ થઈ જાઉં છું. એવામાં ‘ધ લેડી કિલર’એ મને શરૂઆતથી જ જકડી રાખી હતી. એક કલાકાર તરીકે મને આ રોલ મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢશે અને મને કેટલીક યાદો પણ આપશે. અર્જુન, મારા ડિરેક્ટર અજય બહલ, પ્રોડ્યુસર્સ ભૂષણ સર અને શૈલેશ સર સાથે કામ કરવા માટે હું આતુર છું.’
બીજી તરફ અજય બહલે કહ્યું કે ‘ફિલ્મ ‘ધ લેડી કિલર’માં ઇમોશનની રોલર કોસ્ટર રાઇડ જોવા મળવાની છે. એના માટે અમને એવા ઍક્ટર્સની જરૂર હતી જે દરેક સ્ટેપને બખૂબી ભજવી શકે. આ રોલ્સ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ભજવી રહ્યાં છે એની ખુશી છે, કારણ કે તેઓ ન માત્ર આ ભૂમિકામાં બંધ બેસે છે પરંતુ તેઓ પોતાની સ્ટાઇલ અને સ્વભાવનો એમાં ઉમેરો કરવાનાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2022 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK