° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


અભિનેત્રી ભાવના મેનને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે મૌન તોડ્યું, આ અભિનેતાઓ દાખવ્યો ટેકો

11 January, 2022 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝોયા અખ્તર, કોંકણા સેન શર્મા, શોભિતા ધુલીપલા, ઝોયા અખ્તર, મોહનલાલ, મામુટી જેવા અભિનેતાઓ ભાવના મેનનની પોસ્ટ રિ-શેર કરી હતી

તસવીર સૌજન્ય: ભાવના મેનનનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: ભાવના મેનનનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

સમાજની સંકુચિત વિચારસરણીને કારણે જાતીય અત્યાચારનો (Sexual Harassment) ભોગ બનેલી યુવતીઓ ઘણીવાર પોતાની ઓળખ છુપાવે છે અને ગુનેગારો મુક્ત જીવન જીવે છે. સમાજમાં આ દુષ્ટતાના મૂળ કેટલા ઊંડે ઉતરી ગયા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક પ્રખ્યાત અભિનેત્રી પણ પાંચ વર્ષ સુધી પોતાની પીડાને દબાવતી રહી અને હુમલાના આરોપીઓ તેનું અસ્તિત્વ જ ભૂંસી નાખવાની કોશિશ કરતા રહ્યા.

પોતાની સાથે થયેલી જાતીય સતામણી અંગે વાત કરતાં દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી ભાવના મેનને (Bhavana Menon) સોમવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દર્દ વ્યક્ત કરતાં લખ્યું કે તે ગુનેગાર નથી, તેમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તેની ઓળખને ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેની સાથે કામ કરનાર એક અભિનેતાએ અંગત અદાવતના કારણે તેના પર હુમલો કર્યો અને તેને જાતીય સતામણીનો શિકાર બનાવી હતી.

ભાવના મેનને ઇસ્ટાગ્રામ પર આ પોસ્ટમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhavana Menon ??‍♀️ (@bhavzmenon)

કેરળ પોલીસે દસમાંથી સાત આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ બાદમાં જામીન પર મુક્ત થયા હતા. ષડયંત્રના આરોપી અભિનેતા દિલીપને (Actor Dileep ) પણ જામીન મળી ગયા છે.
શૂટિંગમાંથી પરત ફરતી વખતે અપહરણ અને હુમલો, વીડિયો પણ બનાવ્યો હતો.

આ ઘટના 17 ફેબ્રુઆરી, 2017 ના રોજ બની હતી, જ્યારે અભિનેત્રી શૂટિંગ પછી ઘરે જવા માટે તેની કારમાં ગઈ હતી, ત્યારે તેણીને તેની જ કારમાં બંધક બનાવીને કેટલાક લોકોએ તેનું અપહરણ કર્યું હતું અને લગભગ બે કલાક સુધી ચાર લોકો દ્વારા તેનું યૌન શોષણ કર્યું હતું. અભિનેત્રીએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો. અભિનેતાએ વ્યક્તિગત દુશ્મનાવટના કારણે આ કેસમાં દિલીપ પર આરોપ લગાવ્યો હતો. સમર્થકોનો આભાર માનતા ભાવનાએ કહ્યું કે, ન્યાય માટેની આ લડાઈમાં હું એકલી નથી. હું આશા રાખું છું કે ગુનેગારોને સજા અપાવવા માટે મારી જેમ કોઈને સંઘર્ષ ન કરવો પડે, હું તેને અંત સુધી લઈશ.

ઝોયા અખ્તર, કોંકણા સેન શર્મા, શોભિતા ધુલીપલા, ઝોયા અખ્તર, મોહનલાલ, મામુટી જેવા અભિનેતાઓ ભાવના મેનનની પોસ્ટ રિ-શેર કરી હતી અને પોતાની તરફથી તેને પુરો સહકાર દાખવ્યો હતો.

11 January, 2022 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘કથક સમ્રાટ’ બિરજુ મહારાજનું ૮૩ વર્ષની વયે નિધન

મોડી રાત્રે હાર્ટ-એટેક આવતા નિધન થયું

17 January, 2022 09:01 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

વિરાટે ટેસ્ટની કેપ્ટન્સી છોડતા અનુષ્કાએ શેર કરી ઇમોશનલ પોસ્ટ, લખી આ વાતો

ટીમમાં આવેલા ઉતાર-ચઢાવ પર તેણે કહ્યું કે પડકારો એ જગ્યાઓ પર તમારી કસોટી કરે છે જ્યાં તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો.

16 January, 2022 06:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

રોહિત શેટ્ટી `મિશન ફ્રન્ટલાઈન` સાથે OTT ડેબ્યૂ કરવા તૈયાર

શેટ્ટી ‘મિશન ફ્રન્ટલાઈન’ શોમાં જોવા મળશે, જે સરહદો પર તહેનાત સશસ્ત્ર દળોના જીવનમાં ડોકિયું કરે છે. આ શોમાં અગાઉ રાણા દગ્ગુબત્તી અને સારા અલી ખાન જોવા મળી ચૂક્યા છે.

16 January, 2022 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK