° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


અશોક કુમારનાં દીકરી Bharti Jafferyનું નિધન, લાંબા સમયથી હતાં બીમાર

21 September, 2022 06:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લેજેન્ડ્રી એક્ટર અશોક કુમારનાં (Daughter of Ashok Kumar) દીકરી ભારતી જાફરી (Bharti Jaffery Death) નું મંગળવારે (Tuesday) નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમારી સામે જજૂમી રહ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર Bharti Jaffery Death

પ્રતીકાત્મક તસવીર

લેજેન્ડ્રી એક્ટર અશોક કુમારનાં (Daughter of Ashok Kumar) દીકરી ભારતી જાફરી (Bharti Jaffery Death) નું મંગળવારે (Tuesday) નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમારી સામે જજૂમી રહ્યા હતા. એક્ટ્રેસ (Actress) અને ફિલ્મમેકર (Film Maker) નંદિતા દાસે (Nandita Das) આની માહિતી આપી હતી. તેમણે ભારતીને યાદ કર્યાં અને તેમની સાથે જોડાયેલી ક્ષણોનો ઉલ્લેખ કર્યો. નંદિતાએ કહ્યું કે તેઓ હંમેશાં યાદ આવશે. "ભારતી જાફરી એક જીવંત અને ખુશમિજાજી વ્યક્તિત્વ સભર જીવ હતાં અને દરેક વ્યક્તિ તેમનાં આ પ્રેમ અને હૂંફાળાં સ્વભાવને યાદ કરશે."

ટેલીચક્કર પ્રમાણે નંદિતા દાસે કહ્યું કે, "અનુરાદા પટેલ અને કંવલજીત સિંહ મારા ફેમિલી ફ્રેન્ડ્સ છે. ભારતી બહેને પોતાના વૈચારિક સ્વભાવથી અમને પુષ્કળ પ્રેમ આપ્યો. તેઓ ક્યારે મને જન્મદિવસની શુભેચ્છા આપવાનું કે ટ્રાવેલ તસવીરો મારી સાથે શૅર કરવાનું ભૂલ્યાં નહોતાં. હું તેમને ખૂબ જ યાદ કરીશ. અને એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે તેઓ ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી પણ રહ્યાં."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanwaljit Singh (@kanwaljit19)

બૉલિવૂડ-ટીવી એક્ટર કંવલજીત સિંહે પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને ભારતી જાફરીના નિધનના સમાચાર આપ્યા. તેમણે ભારતીની અનેક તસવીરો પણ શૅર કરી છે. તેમણે તસવીર શૅર કરતા લખ્યું, "આમારાં વ્હાલાં ભારતી જાફરી, દીકરી, બહેન, પત્ની, માતા, દાદી, કાકી, પાડોશી, મિત્ર અને પ્રેરણા 20 સપ્ટેમ્બરના રોજ બધાને છોડીને ચાલ્યાં ગયાં."

આ પણ વાંચો : ખિલખિલાટ હસાવનાર રાજુ શ્રીવાસ્તવે બધાને રડાવ્યાં, દુનિયાને અલવિદા કહ્યું કલાકારે

ભારતી જાફરીએ `હજાર ચૌરાસી કી મા`, સાંસ, `દમન` અને દેવી અહિલ્યા બાઈ જેવી ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો. તેમણે એક્ટર સઈદ જાફરીના ભાઈ હામિદ જાફરી સાથે લગ્ન કર્યાં હતાં. અનુરાધા પટેલ તેમનાં દીકરી છે. રૂપા વર્મા, પ્રીતિ ગાંગુલી, અરુપ ગાંગુલી તેમના ભાઇ-બહેન છે.

21 September, 2022 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

`દ્રશ્યમ 2`નો ફર્સ્ટ લુક આવ્યો સામે, હવે ખુલશે આ મોટું રહસ્ય

અજયે આ પોસ્ટ શેર કરી છે

28 September, 2022 07:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

વિસ્તારા ઍરલાઇનની સર્વિસથી રોષે ભરાયો રાહુલ બોઝ

બિઝનેસ ક્લાસના પૅસેન્જર્સ માટે લાઉન્જની સુવિધા ન હોવાથી તે ખૂબ અકળાઈ ગયો હતો

28 September, 2022 03:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ગીતોને રીક્રીએટ કરો, પરંતુ એને ફાલતુ ન બનાવો : ફાલ્ગુની પાઠક

ફાલ્ગુનીના ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રીમિક્સ બનાવવામાં આવ્યું છે અને એને નેહા કક્કરે ગાયું છે

28 September, 2022 03:41 IST | Mumbai | Falguni Jadia Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK